Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

સાસણગીરમાં પ્રવાસીઓ ઉમટ્યા : જીપ્સીની 150 ટ્રીપનું થયું બુકિંગ: હોટેલો પણ હાઉસફુલ

નાતાલની રજાઓમાં ગીર અભ્યારણ્યમાં કુદરતી સાંનિધ્ય અને સિંહદર્શનનો નજારો માણવા મોટી સંખ્યામાં પ્રવાસી પહોંચ્યા.

એશિયાટિક સિંહોનું નિવાસસ્થાન એટલે સાસણગીર. નાતાલની રજાઓમાં ગીર અભ્યારણ્યમાં કુદરતી સાંનિધ્ય અને સિંહદર્શનનો નજારો માણવા મોટી સંખ્યામાં પ્રવાસી પહોંચ્યા. ગત માર્ચથી કોરોના લૉકડાઉનને પગલે ઘરમાં રહીને કંટાળી ગયેલા બાળકો અને ગૃહિણીઓ સિંહદર્શન કરી આનંદિત થઈ ગયા. ગીરમાં ઑનલાઈન બુકિંગ સુવિધા છે. નાતાલની રજાઓએ સાસણગીરનું બુકિંગ હાઉસફુલ ચાલી રહ્યું છે.

ગીર જંગલમાં કોરોના નિયમોનું ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે. મોટી સંખ્યામાં પ્રવાસી પહોંચતા બપોર અને સાંજની જીપ્સીની 150 ટ્રીપનું બુકિંગ હાઉસફુલ છે. આ ઉપરાંત હોટલોમાં પણ સારી આવક થઈ રહી છે અને ગાઈડ અને અન્ય સ્થાનિકોને પણ રોજગારી મળી રહી છે

(9:29 pm IST)