Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

અમરેલી તાલુકાનો ખનીજ ચોરીના ગુન્હાનો વોન્ટેડ આરોપી સુરેશ ઉર્ફે સંજય લુવારા ગામેથી ઝડપાયો

ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ જુદા-જુદા રાજય તથા જીલ્લાઓમાં આરોપી ભાગતા ફરતા હોય જે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય જેના ભાગરૂપે  આર.આર.સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ.બાર તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એલ.પરમારના માર્ગદર્શન અને સુચનાથી સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે અમરેલી તાલુકા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં-૧૦૭/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૭૯, એમ.એમ.ડી.આર. એકટ કલમ ૨૧ વિ. મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી સુરેશ ઉર્ફે સંજય ભગતભાઇ પરમાર (ઉ.વ.૩૦) ( રહે,-લુવારા ગામ, તા.ગારીયાધાર જી.ભાવનગર )ને તેના ગામ ખાતેથી ઝડપી પાડી  આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

 આ કામગીરીમાં આર.આર.સેલ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ.બાર તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એલ.પરમારની સુચનાથી સ્ટાફના હેડકોન્સ. જીતેન્દ્રભાઇ મકવાણા તથા પો.કોન્સ. જયેશભાઇ ધાધલ તથા ડ્રાઇવર મહેન્દ્રભાઇ ભુવા વિગેરે જોડાયા હતા

(1:10 am IST)