Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

પોરબંદરમાં સોશ્યલ મીડિયા ઉપરની અફવા ઉપર ધ્યાન નહી આપવા અપીલઃ પોલીસ દ્વારા નવતર રેલી

પોરબંદર તા. ર૬ : સોશ્યલ મીડીયા ઉપરની અફવા ઉપર ધ્યાન નહી આપવાની અપીલ સાથે શહેરમાં કાયદો વ્યવસ્થા સ્થિતી જળવાય રહે તે હેતુ પોલીસ દ્વાા નવતર રેલી નીકળી હતી.

જુનાગઢ રેન્જના આઇ.જી.પી.સી.મનીંદર પ્રતાપસિંહ તથા પોરબંદર પો.અધી.શ્રી જે.સી.કોઠીયા સા.ના માર્ગદર્શન હેઠળ વર્તમાનમાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતીને ધ્યાને રાખી પોરબંદર શહેર તથા જીલ્લામાં સુલેહ શાંતિ અને ભાઇચારાની ભાવના જળવાય રહેલ અને ભવિષ્યમાં પણ આજ પ્રમાણે કાયદો વ્યવસ્થાની પરીસ્થિતી તથા સુલેહ શાંતિ અને ભાઇચારાની ભાવના જળવાય રહે તે સારૂ કિર્તિમંદિર પો.સ્ટે. પી.આઇ.એમ.ડી. ચૌધરી તથા પીએસઆઇ એન.એમ. ગઢવી તથા પી.એસ.આઇ. આર.એચ.જારીયા તથા પીએસઆઇ આર.એલ. મકવાણા તથા પીએસઆઇ આર.આર. ચુડાસમાં તથા ટ્રાફીક પોલીસ સ્ટેશનના પીએસઆઇ જી.બી.ગોહીલ તથા પોલીસ સ્ટાફના માણસો દ્વારા પોરબંદરની જનતાનો આભાર માનતી રેલી દેશ ભકિતના ગીતો સાથે શહેરના મુખ્યમાર્ગો ઉપર યોજવામાં આવેલ

શહેરની જનતાને સોસીયલ મીડીયામાં આવતી અફવા ઉપર ધ્યાન નહિ આપવા જાહેર અપીલ કરવામાં આવેલ.  તેમજ પોરબંદર શહેરની સમગ્ર જનતાનો આભાર વ્યકત કરવામાં આવેલ તથા શહેરની જનતાએ પણ પોલીસની આ આભાર ર ેલીને બહોળો પ્રતિસાદ આપી આવકારેલ અને ભવીષ્યમાં પણ આજ પ્રમાણે એકતા અને ભાઇચારાની ભાવના જાળવી રાખવા ખાત્રી આપેલ હતી.

(12:52 pm IST)