Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

સૌરાષ્ટ્ર-કચ્છમાં સૂર્યગ્રહણનો અદ્ભુત નજારોઃ ઠંડી વચ્ચે તડકો પણ ઝાંખો પડી ગયો

દિવસના સમયે વાદળછાંયુ વાતાવરણ છવાયુઃ મંદિરોમાં ધાર્મિક નિયમોનુ પાલન

જોડિયાઃ શહેરમા સુર્યગ્રહણનો નજારો જોવા મળે છે. (તસ્વીરઃ રમેશ ટાંક-જોડિયા)

રાજકોટ તા.૨૬: આજે સવારથી આ વર્ષના અંતિમ સૂર્યગ્રહણને લોકોએ માણ્યુ હતુ અને વિવિધ ધાર્મિક સ્થાનોમા ધાર્મિક નિયમોનુ પાલન કરવામાં આવ્યુ હતુ.

સવારના ૮:૦૪ વાગ્યે ગ્રહણ શરૂ થતા જ ચશ્મા અને દુરબીનથી અનેક ખગોળ રસિકોએ સૂર્યગ્રહણનો નજારો માણ્યો હતો.

જામનગર

 જામનગરઃ સુર્યગ્રહણ હોવાથી ગાંધીનગર ખાતે આવેલ શિરડી સાંઇબાબા મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરાયા હતા. જેથી મંદિરે સાંઇબાબાની આરતી સવારે ૬ વાગ્યે થયા બાદ સવારે ૭ વાગ્યાથી ૧૧.૩૦ વાગ્યા સુધી મંદિરના દર્શન બંધ રાખવામાં આવ્યા હતા. ૧૧.૩૦ થી રાબેતા મુજબ દર્શનનો લાભ લઇ શકાશે. સવારે ૭ વાગ્યાથી સાંઇબાબા મંદિર ખાતે સુર્ય યજ્ઞ કરાયો હતો તેમ ટ્રસ્ટના પ્રમુખ કનકસિંહ જાડેજાની એક યાદીમાં જણાવાયું છે.

જસદણ

 જસદણ :.. જસદણ પંથકમાં આજે સૂર્ય ગ્રહણને કારણે અનેક લોકોએ ધાર્મિક નિયમો પાળયા તો બીજી બાજુ શહેરમાં કેટલાય વિદ્યાર્થીઓએ સૂર્યગ્રહણ જોઇ રોમાંચ અનુભવ્યો સૂર્ય ગ્રહણ એક પ્રાકૃતિક ઘટના છે જેમાં સૂર્યનો પ્રકાશ અવરોધાય છે અને પૃથ્વી પર અંધારું છવાય છે ત્યારે આ પંથકમાં મંદિર મસ્જિદોમાં પ્રાર્થના ઇબાદત થઇ હતી. કેટલાક લોકોએ દાન અને ખાવા પીવામાં સંયમ જાળવ્યો હતો કેટલાંય લોકો તો વહેલી સવારથી પોતપોતાનાં ધર્મન ધાર્મિક ગ્રંથો હાથમાં લઇ તેનું પઠન કરતાં નજરે પડયા હતાં આમ કેટલાંક મંદિરના કેટલાંક સમય બારણાં બંધની સાથે ખુલતાની સાથે પ્રર્થના અને મસ્જિદોમાં ઇબાદતની સાથે વિજ્ઞાન પ્રેમીઓએ સૂર્ય ગ્રહણને રસપૂર્વક જાણકારી અને નિહાળ્યું હતું.

(11:49 am IST)