Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

વંથલીના નાંદરખીની સીમમાં પરપ્રાંતીય યુવકની હત્યા

મૃતદેહ હોસ્પિટલમાં મુકીને હત્યા કરનારા નાશી છૂટ્યાઃ મૃતકની પત્નિને પણ પતિ જેવા હાલ કરવાની ધમકી આપનારા પ સામે ફરિયાદ

જુનાગઢ તા.૨૬: વંથલીના નાંદરખીની સીમમાં પરપ્રાંતી યુવાનની હત્યા કરી અને લાશ હોસ્પિટલમાં મુકીને બાદમાં મૃતકની પત્નીને પતિ જેવા હાલ કરવાની ધમકી આપી પાંચ શખ્સો નાસી ગયા હોવાનું બહાર આવેલ છે.

આ અંગેની વિગતો એવી છે કે, જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના નાંદરખી ગામની સીમમાં રહેતા અને મજુરી કામ કરતા મધ્યપ્રદેશનાં રવિભાઇ દિનેશભાઇ બગેલ (ઉ.વ.૨૮)ને ગત તા.૨૩ની સાંજે જૂનાગઢનાં માડા બીજલભાઇ હુણે ફોન કરીને બોલાવેલ.

બાદમાં માંડા બીજલ તથા પ્રદીપ સરવૈયા અને ત્રણ અજાણ્યા શખ્સો રવિભાઇના ઘરે ધોકા સાથે પહોંચ્યા હતા અને તેની પત્ની અનિતાને 'તુ ગામ મુકીને તારા દેશમાં ભાગી જજે, પાછી આવીશ તો છરી મારીને તારા પતિ જેવી હાલત કરીશું તેવી ધમકી આપી હતી.

બાદમાં માંડા બિજલ અને પ્રદીપ સરવૈયા રવિભાઇ બગેલની હત્યા કરી તેની લાશ રાજકોટ સિવીલ હોસ્પીટલમાં મુકીને નાસી ગયા હતા.

મરનાર યુવાનને ડાબાપગના સાથળમાં ધારદાર હથિયારથી તેમજ પીઠના ભાગે ગંભીર ઇજા થતાં તેનું મૃત્યુ થયુ હતું.

આ અંગે મૃતકનાં પત્ની અનિતાબેને ગઇ રાત્રે ફરિયાદ નોંધાવતા વંથલી પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ એસસી-એસટી સેલના ડીવાયએસપી એચ.એસ.રત્નુ ચલાવી રહ્યા છે.

(11:22 am IST)