Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

સરપડદડમાં લેઉવા પટેલ વૃધ્ધા શાંતાબેન લુણાગરીયાનું અગ્નિસ્નાનઃ સારવાર હેઠળ

પડધરીના સરપદડમાં રહેતાં શાંતાબેન શામજીભાઇ લુણાગરીયા (ઉ.૭૦) નામના લેઉવા પટેલ વૃધ્ધાએ રાત્રીના સાડા અગિયારેક વાગ્યે ઘરે અગ્નિસ્નાન કરી લેતાં ગંભીર રીતે દાઝી જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

વૃધ્ધાને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિ શામજીભાઇ ખેતી કરે છે. માનસિક બિમારીથી કંટાળીને પોતે આ પગલું ભર્યાનું શાંતાબેને જણાવ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે પડધરી પોલીસને જાણ કરી હતી.

વાંકીયા ગામે પાણીઢોળ વિધી વખતે ૪ વર્ષનો બાળક દાઝયો

બીજા બનાવમાં સાવરકુંડલાના મિતીયાણા ગામે રહેતાં રાજુભાઇ પીપળીયા (કોળી)નો પુત્ર શરદ (ઉ.૪) ગઇકાલે અમરેલીના વાંકીયા ગામે ફઇના ઘરે હતો ત્યારે ચુલા પર ગરમ પાણી મુકયું હોઇ તે તપેલાને પગ અડી જતાં ઢોળાતાં બંને હાથમાં દાઝી જતાં સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયો છે. રાજુભાઇના કહેવા મુજબ તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. જેમાં શરદ નાનો છે. પોતે ખેત મજૂરી કરે છે. વાંકીયા ગામે  પોતાના બહેન સવિતાબેનના સાસુની પાણીઢોળ વીધી હોઇ બધા ત્યાં ગયા હતાં ત્યારે બનાવ બન્યો હતો.

ગોંડલના વેજાગામમાં દયાબેન મહિડા દાઝયા

ગોંડલના વેજાગામમાં રહેતાં દયાબેન રાજેશભાઇ મહિડા (ઉ.૩૦) નામના વણકર મહિલા ચુલા પર રસોઇ બનાવતાં હતાં ત્યારે કેરોસીન નાંખતા ભડકો થતાં દાઝી જતાં રાજકોટ સિવિલમાં ખસેડાયા છે. તેને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે.

નવાગામમાં એમ.પી.ની પરિણીતા પાર્વતી દાઝી

ચોથા બનાવમાં નવાગામ-૨માં ગુણાભાઇ રબારીના ઘરમાં રહેતી મુળ એમ.પી.ની પાર્વતિબેન મનોજ ખરાડી (ઉ.૨૫) સ્ટવ પર રોટલી બનાવતી હતી ત્યારે ભડકો થતાં દાઝી જતાં સિવિલમાં ખસેડાઇ છે. પતિ મનોજ છત ભરવાની મજૂરી કરે છે. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.

(3:54 pm IST)