Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

બાબરામાં સગીરા ઉપર દુષ્‍કર્મ અને ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતાર્યાની ઘટનામાં પોલીસ તપાસનો ધમધમાટ

અમરેલી-બાબરા તા. ર૬ :.. બાબરા પોલીસ મથકમાં દેવીપૂજક સમાજ પરિવારના ર૦૦થી વધુસ્ત્રી-પુરૂષો સાથે સગીર પુત્રીની લાશ પોલીસ મથકમાં લાવી ન્‍યાય આપવા માંગ કરવામાં આવતા સ્‍થાનીક પોલીસ ઇન્‍સ્‍પે. એસ. એમ. વરૂ દ્વારા યોગ્‍ય કરવા ખાત્રી આપતા મામલો થાળે પડવા પામેલ હતો.

બાબરાની સગીરા હેતલબેન બટુકભાઇ વાઘેલા ગત તા. રર-૧ર-૧૭ ની રાત્રીના આશરે ર.૩૦ કલાકે ઝેરી દવા પીવાથી પ્રથમ બાબરા બાદ વધુ સારવાર માટે અમરેલી ખાનગી હોસ્‍પીટલમાં ખસેડવામાં આવેલ જયાં તા. ર૪-૧ર-૧૩ ના રાતરીના મૃત્‍યુ થવા અંગે અને મૃતકે પોતે પોતાની મેળે દવા પીધાનું મૃતકના ભાઇ રાજુભાઇ બટુકભાઇ વાઘેલા દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવી હતી. અને મૃતકનું પી. એમ. ભાવનગર સર ટી. હોસ્‍પિટલ ખાતે કરવા માંગ ઉઠાવી હતી.

ગઇકાલ બપોર બાદ ૪ વાગ્‍યે મૃતકનું પેનલ પીએમ થયા બાદ કેડ બોડી પરીવારને સોંપી આપવામાં આવ્‍યા બાદ પરિવારજનો નો મોટો કાફલો ડેથ બોડી સાથે બાબરા પોલીસ  મથકમાં આવી પોલીસ સમક્ષ મૌખીક રજૂઆત કરી કમળાપુર તા. જસદણ રહેતા દેવીપૂજક પરીવારના પુત્ર દ્વારા રાત્રીના સમયે ઘેર આવી સગીરા ઉપર દુષ્‍કર્મ કરી અને ઝેરી દવા પીવડાવી નાસી ગયાની હકિકત આપી છે.

બાબરા સ્‍થાનીક પોલીસ ઇન્‍સ. એસ. એમ. વરૂ દ્વારા આક્રોશ વ્‍યકત કરી રહેલા પરીવારને સાંત્‍વના આપી ભાવનગર મેડીકલ સર. ટી. હોસ્‍પીટલના પેનલ પીએમ. આધારે આગામી કલાકોમાં તપાસ હાથ ધરવામાં આવશે.

પોલીસે આક્ષેપ ગ્રસ્‍ત યુવાનના કમળાપુર ખાતેના પરીવારના સદસ્‍યોની પ્રાથમિક પુછપરછ હાથ ધરવા પામતા મૃતક સગીરાને પ્રેમ સબંધ પરણીત પુરૂષ સાથે હોવાનું અને મૃતકની સગાઇ થઇ ગઇ હોવાથી બંને એક નહી થઇ શકે તેવી કથની ના કારણે બન્ને એ સાથે ઝેરી દવા પીધાનું અને યુવક સારવાર હેઠળ હોવાનું બહાર આવ્‍યું છે.

પોલીસ દ્વારા યુવકનું નિવેદન અનેતપાસ માટે જસદણ તરફ  નજર દોડાવીરહી છે.

પેનલ પી. એમ.  અને પરીવારજનોના નિવેદનના આધાર ે હાલ  પોલીસ  તપાસ શરૂ છે.

મૃતક સગીરાના પરીવારજનોના જણાવ્‍યા મુજબ સગીરાની સગાઇ થઇ હતી અને આવનારી તા. પ-૧-૧૮ ના તેના લગ્ન થયાના હતા તા. રર-૧ર ની રાત્રીના કુટુંબીક - સબંધી દ્વારા ઘેર આવી રાત્રીના સમયે દુષ્‍કર્મ આચરી  અને ઝેરી  દવા  પીવડાવી દીધા બાદ  મોઢા હોઠ ઉપર લીકવીડ લગાવી હોઠ ચોટાંડી નાસી જવા પામ્‍યાનો આક્ષેપ કરેલો અને અગાઉ પોલીસમાં આ બાબતે જાણ  નહી કરવા બાબતે દિકરીની સગાઇ  તુટી જવાની બીકે પોતે પોતાની મેળે દવા પીધાની જાહેરાત આપ્‍યાનું જણાવ્‍યું છે.

સમગ્ર મામલે બાબરા પોલીસ દ્વારા ટીમ બનાવી ડી. ડી. ગોંડલીયા, મહીપતસિંહ મોરી, અરજણભાઇ વાંજા સહિતના સ્‍ટાફને ઝીણવટ ભરી તપાસ હાથ ધરવા કામે લગાડવામાં આવ્‍યા છે.

(1:41 pm IST)