Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

સુરેન્દ્રનગરમાં ગાડીમાં ટેપ વગાડવા મુદ્દે બે જુથ વચ્ચે બઘડાટીઃ ર યુવકોને ઇજા

વઢવાણ, તા., ૨૬: સુરેન્દ્રનગર દાળમીલ રોડ ઉપર આવેલ શિવગંગા સોસાયટીમાં રહેતા યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ રાણા (ઉ.વ.ર૬) અને સાહેદ પ્રદ્યુમનસિંહ સ્વીફટ ગાડી લઇને કરમણપરામાંથી પાન-માવો ખાઇને પસાર થતા હતા ત્યારે તેમની સ્વીફટ કારમાં જોરથી ટેપ વાગતુ હતુ ત્યારે પસાર થતા આ સ્વીફટ કારમાં ટેપ ધીમુ વગાડવાના પ્રશ્ને ભાવેશ નાનુભાઇ ભરવાડ તેમજ રામલો ભરવાડ, લાલા ભરવાડનો છોકરો આ સાથે આ મામલે માથાકુટ થવા પામેલ હતી.

ત્યારે કરમણપરા વિસ્તારમાં અન્ય ૧૦ જેટલા ભરવાડ સમાજના યુવાનો આવી ભેગા મળી અને જેસી શેરી નં. ૧ પાસે આવીને અચાનક હુમલો કર્યો હતો અને યુવરાજસિંહ રાણાને હાથે પગે માર મારી ફેકચર કરી નાખ્યા હતા. જયારે સાથે રહેલ સાહેદ પ્રદ્યુમનસિંહ જમણા પગે અને જમણા હાથે માર મારી ફેકચર કરી નાખ્યા હતા.

સ્વીફટ ગાડીના કાચ અને દરવાજા ઉપર ધોકો ધારીયા મારી સ્વીફટ ગાડીમાં પણ ટોળાએ તોડફોડ કરવામાં આવેલ છે. ત્યારે બન્ને યુવાન હાલ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે હથીયાર ધારા બંધીનો હાલ અમલ ચાલી રહયો હોવા છતા હથીયાર સાથે આવી અને હુમલો કરાયો છે. ત્યારે ૧૦ સામે હાલમાં ફરીયાદ નોંધાવા પામેલ છે અને પોલીસ તંત્ર દ્વારા ફરીયાદ નોંધી આગળની તપાસ કાર્યવાહી પણ હાથ ધરેલ છે.

(1:37 pm IST)