Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

ટંકારા ગ્રા.પં.ના સરપંચ અને તલાટીમંત્રીને ગંદકી-પ્રદુષણ પ્રશ્ને કોર્ટની નોટીસ

ટંકારા તા. ર૬ : ટંકારા ગામ પંચાયત વિસ્તારમાં પ્રદુષણ તથા કોર્ટની આજુબાજુ વિસ્તારમાં ગંદકી વધી ગયેલ છે. કોર્ટની આસપાસ ગંદકીના થર જામેલ છે.

આ અંગે ટંકારા કોર્ટ દ્વારા હસ્તક્ષેપ કરી ટંકારા ગામ પંચાયતને નોટીસ પાઠવતા સનસનાટી મચેલ છે.

ટંકારા વિસ્તારના વાતાવરણમાં પ્રદુષણ તથા કોર્ટે વિસ્તારમાં ગંદકીના થર જામેલા હોય આ અંગે ટંકારા કોર્ટ દ્વારા સરપંચશ્રીનું અવાર નવા ધ્યાન દોરવામાં આવેલ તેમજ મૌખીક જાણ પણ કરવામાં આવેલ.

આમ છતા ટંકારા ગ્રામ-પંચાયત દ્વારા કોઇપણ જાતના પગલા લેવામાં ન આવતા કોર્ટ હસ્તક્ષેપ કરીને ટંકારા ગ્રામ પંચાયતના સરપંચ તથા તલાટી કમ મંત્રી ઇ.પી.કો.ની કલમ ર૧ મુજબ સરપંચ તથા તલાટી કમમંત્રી સાફ-સફાઇની કામગીરી માટે કાયદાકીય બંધાયેલ હોય આજ સુધી ગ્રામ પંચાયત દ્વારા કશા પગલા લેવામા ન આવતા કોર્ટ દ્વારા ઇ.પી. કો.ર૭૬ મુજબ સરપંચ તથા તલાટી કમ મંત્રીને નોટીસ પાઠવેલ છે.

ટંકારા કોર્ટ દ્વારા સાફ-સફાઇ, ગંદકીના પ્રશ્ને કોર્ટ દ્વારા નોટીસ પાઠવતા સનસનાટી મચી ગયેલ છે.

(11:44 am IST)