Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

ધોરાજીઃ સવાણી ગ્રુપ દ્વારા ૨૫૧ દિકરીઓના સમૂહલગ્ન

 ધોરાજી-સુરત પારેવડી સમૂહલગ્નમાં પિતા વગરની ૨૫૧ દિકરીઓના લગ્નના તાંતણે બંધાઈ હતી. સવાણી અને મોવલીયા પરિવાર દ્વારા પાંચ મુસ્લિમ અને એક ખ્રિસ્તી સહીત અલગ અલગ જ્ઞાતિઓની ૨૫૧ દીકરીઓના ધામેધુમે લગ્ન કરાવેલ હતા. જેમાં ૪૭ દિકરીઓ એવી હતી કે જેના માતા-પિતા કે ભાઈ કોઈ જ નથી, જ્યારે ૧૧૪ દિકરીઓના પિતા નથી. પિતા વગરની ૨૫૧ દિકરીઓના સમાજના રીતરીવાજ પ્રમાણે ઠાઠમાઠ અને ધામેધુમેથી લગ્ન કરાવાયા હતા. આ તકે મહેશ સવાણી અને બટુક મોવલીયા અને કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાએ કન્યાદાન કરેલ હતું અને દિકરીઓને સાસરે વળાવી હતી. આ તકે કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાએ સવાણી પરિવાર અને મોવલીયા પરિવારની સેવાઓને બીરદાવી હતી. આ તકે ચેતનાબેન રાદડીયા, મનીન્દરજીતસિંહ બીટા, માર્ગીય સ્વામી, દિપા મલીક, પી.પી. સ્વામી, અરૂણીમા સિન્હા સહિતની મહાન હસ્તીઓ હાજર રહેલ અને બેટી બચાવો, બેટી પઢાવો...ના સૂત્રને સાર્થક કરેલ છે અને સમાજ શ્રેષ્ઠીઓ સહિતના મહાનુભાવો હાજર રહેલ અને સવાણી અને મોવલીયા પરિવારની સેવાઓને બીરદાવી હતી. આ તકે ધોરાજીના માનવ સેવાના ધર્મેન્દ્ર બાબરીયા અને ભોલાભાઈ સોલંકીએ સમૂહલગ્નના કાર્યક્રમને બિરદાવ્યો હતો

(11:49 am IST)