Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

જસદણના પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર દ્વારા વર્કશોપ યોજાયો

વોટર સિકયુરીટી પ્લાન સંદર્ભે

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા.૨૬ : પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર, ભારત સરકારના વન, પર્યાવરણ અને કલાઈમેટ ચેન્જ મંત્રાલય દ્વારા ઉત્કૃષ્ટ કેન્દ્ર, માન્યતા પ્રાપ્ત સંસ્થા છે, જેની સ્થાપના ૧૯૮૪જ્રાક્નત્ન કરવામાં આવી હતી. ૪૦ થી વધારે ઓફિસના નેટવર્ક દ્વારા, સમગ્ર દેશમાં, કુદરતી સંસાધનોના સંરક્ષણ અને સંવર્ધનની કામગીરી માટે, પર્યાવરણ શિક્ષણ અને જાગૃતિનું કાર્ય કરે છે. સંસ્થાની ફિલ્ડ ઓફિસ, રાજકોટ જિલ્લાના, જસદણ તાલુકા મથકે આવેલ છે, જે છેલ્લા ૩૩ વર્ષથી પાણી, શિક્ષણ, આજીવિકા, સંગઠન જેવા મુદ્દાઓ પર કાર્ય કરે છે. જર્મની સ્થિત ણ્લ્લ્ નામની ફન્ડિંગ એજન્સીના માર્ગદર્શન અને આર્થિક સહયોગ દ્વારા, જસદણ- વીંછીયા તાલુકાના ૧૦ ગામોમાં ઙ્કજલસેતુઙ્ખ પ્રોજેકટ કાર્યરત છે.

આ પ્રોજેકટ હેઠળ એસીટી ભુજ સંસ્થાની મદદ થી વોટર સિકયુરિટી પ્લાન બનાવવામાં આવ્યો છે . ૧૦ ગામમાં આ પ્લાન દ્વારા, લોકોની આજીવિકા વધારે ટકાઉ અને મજબૂત બનાવવાની સાથે પીવાના પાણીની સમસ્યા લાંબાગાળા સુધી હલ કરવાનો હેતુ છે. આગામી દિવસોમાં , કંપની ની મદદથી અને વિવિધ સરકારી યોજનાઓ ની મદદથી પ્લાનનું અમલીકરણ કરી, ૧૦ ગામમાં નમૂનારૂપ કામગીરી કરવાનું આયોજન છે. સફળ કાર્યક્રમને તાલુકાના તથા જિલ્લાના અન્ય ગામોમાં પણ વિસ્તાર કરવાનું આયોજન છે. ૧૦ ગામમાં તૈયાર કરેલ પ્લાન, ઙ્કપ્લાન તૈયાર કરવામાં દાખવેલ અભિગમ, યોજનાઓ, અને પ્લાન અમલીકરણ કરવામાં દ્યડવામાં આવેલ ભાવિ રણનીતિઙ્ખ એ વિષય પર સોરાષ્ટ્ર કચ્છ ની સ્વૈચ્છીક સંસ્થાઓ સાથે એક દિવસીય વર્કશોપનું આયોજન રાજકોટ ખાતે ઙ્કધ ફર્ન રેસીડન્સીૅં હોટેલ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં સરકારી અને સ્વૈચ્છીક મળીને ૪૫ સંસ્થાઓએ ભાગ લીધો હતો ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારો પાણીની સમસ્યાથી ગ્રસિત છે. આત્મનિર્ભર તો નથી જ. સ્થાનિક જળ સ્ત્રોત સુકાયા છે, અથવા નકામા બન્યા છે. પાણીનો જથ્થો અને ગુણવત્ત્।ા બંનેની સમસ્યા છે. સુશાસન પણ એક મુદ્દો તો છે જ. આ તમામ મુદ્દાઓ પર ચિંતન અને લાંબાગાળાના ઉપાયો થાય તેમાટે ચર્ચા- વિચારના કરવામાં આવી હતી.

સૌરાષ્ટ્ર તથા કચ્છમાંથી હાજર સંસ્થાઓએ પોતાના અનુભવના આધારે, પ્લાન બનાવતી વખતે અને પ્લાન અમલીકરણ વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ તે માટેના ઉપયોગી સૂચનો રજુ કર્યા હતા.

કાર્યક્રમમાં ખ્ઘ્વ્-ભુજ સંસ્થાના નિયામક યોગેશ જાડેજા,  ગૌરવ પરમાર હાજર રહ્યા હતા. નાયરા કંપની તરફથી  અવધેશ પાઠક તથા ટાટા પાવર તરફથી  દ્યોષલ પ્રદીપે વિડીયો કોન્ફરન્સ દ્વારા, વર્કશોપના સહભાગીને, વોટર શીકયુરિટી પ્લાન બનાવવાના અને તેના અમલીકરણના પોતાના અનુભવો સેર કર્યા હતા.

પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર તરફથી  પ્રીથાનાયર,  રીટા રાઠોડ,  નીતિન અગ્રાવત તથા  સુમન રાઠોડે કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.

(11:28 am IST)
  • અનુપ જલોટાને બી.એ.ની ડીગ્રી : વિખ્યાત ગાયક અનુપ જલોટાને ૪૬ વર્ષ બાદ બી.એ.ની ડીગ્રી મળી છે. તેઓએ ૧૯૭૪માં લખનઉ યુનિવર્સીટીમાંથી ગ્રેજયુએશન કર્યુ હતું. access_time 4:00 pm IST

  • સરહદે પાકિસ્તાનના સતત વાંદરવેડા : જમ્મુ કાશ્મીરના પૂંછના કસ્બા અને કિરની સેકટરમાં પાકિસ્તાને ફરી સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યુ : ભારતીય જવાનો જવાબ આપી રહ્યા છે access_time 5:03 pm IST

  • ઉત્તરાખંડ સરકારે રાજયમાં રેપીડ એન્ટીજન ટેસ્ટ માટે મહત્તમ ભાવ રૂ.૬૭૯ નક્કી કર્યા access_time 4:03 pm IST