Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

કલ્યાણપુરના નંદાણા ગામમાંથી જાહેરમાં જુગાર રમતા પાંચ પતાપ્રેમીઓ પકડાયા

 

દ્વારકા જીલ્લાના કલ્યાણપુર પો.સ્ટે. વિસ્તારના નંદાણા ગામમાંથી જુગાર રમતા પાંચ લોકોને રોકડા ૧૧,૦૧૦ અને  મોબાઇલ ફોન- કિ.૨૫૦૦ મળી કુલ .૧૩,૫૧૦ના મુદ્દામાલ સાથે  આર.આર.સેલ રાજકોટ રેન્જ ટીમ દ્વારા ઝડપી લેવાયા છે

 રેન્જમાં પ્રોહી. જુગારની બદી નાબુદ કરવા માટે રાજકોટ રેન્જના ડી.આઇ.જી. સંદીપ સિંહ  આર.આર.સેલના ઇનચાર્જ અધિકારી જે.એસ.પંડયાનાઓને કડક હાથે કામગીરી કરવા સુચના કરેલ જે અન્વયે સેલના કુદલીપસિહ જાડેજા, સજુભા જાડેજા તથા ડી.ડી.પટેલનાઓને મળેલ બાતમીના આધારે પેટ્રોલીંગ દરમ્યાન નંદાણાગામ માં આવેલ રાજસીભાઇના મકાન પાછળ જાહેરમાં પૈસા-પાના વળે તીન-પતીનો હારજીતનો જુગાર રમતા આરોપીઓ પાલાભાઇ અરજણભાઇ આંબલીયા, બાબુભાઇ દેવાણંદભાઇ આંબલીયા ,સામતભાઇ હદાભાઇ આંબલીયા, મેરગભાઇ વીરાભાઇ ચાવડા અને ઠાકરસીભાઇ ખેરાજભાઇ દાવદા (રે.બધા નંદાણા તા.કલ્યાણપુર) ને  રોકડા ર૧૧,૦૧૦ તથા મોબાઇલ ફોન- કિ.૨૫૦૦ મળી કુલ ૧૩,૫૧૦/ના મુદ્દામાલ સાથે પકડી પાડી તમામ વિરુધ્ધ કલ્યાણપુર પો.સ્ટે ગુન્હો રજી. કરાવેલ છે

(12:07 am IST)