Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

માળિયા-કચ્છ હાઈવે પર કારમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ: ૨.૭૦ લાખનો મુદામાલ સાથે બે આરોપીને એલસીબીએ ઝડપી લીધા

માળીયા કચ્છ હાઇવે પર કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે શખ્શોને 2,70 લાખના મુદામાલ સાથે મોરબી એલસીબીએ ઝડપી લીધા છે મોરબી જીલ્લામાં થતી દારૂની હેરાફેરી રોકવા એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન કચ્છ હાઈવે પરથી ખાનગી બાતમીને આધારે કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે ઇસમોને ઝડપી લઈને .૭૦ લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે

મોરબી જીલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ માળિયા-સામખીયારી હાઈવે પર પેટ્રોલિંગમાં હોય દરમિયાન શહેનશાહ વલીપીરની દરગાહ પાટિયા નજીકથી ઇકો કારને ખાનગી બાતમીને આધારે આંતરી લઈને આરોપી જુમેશ હનીફ સુમરા રહે. વિજયનગર મોરબી અને સલીમ જુસબ સંધી રહે મચ્છીપીઠ મોરબી વાળાને ઝડપી લઈને કારમાંથી ૧૯૫ બોટલ વિદેશી દારૂ કીમત રૂ ૬૫,૭૦૦ , ત્રણ મોબાઈલ કીમત ૪૫૦૦, મારૂતિ ઇકો કાર કીમત લાખ મળીને કુલ ,૭૦,૭૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે.

અન્ય આરોપીઓ રમેશ ભરવાડ રહે માણાબા તા. રાપર જી. ગાંધીધામ તેમજ તાજ આદમ મોવાર રહે મોરબી વિસીપરા અને સિકંદર ઉર્ફે સિકલો જુસબ સંધી વાવડી રોડ મોરબી વાળાના નામ ખુલતા તેની વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

(12:05 am IST)