Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

પાદરાના વનછરા ગામે અવાવરૂ વિસ્તારમાં ટ્રેક્ટર સાથે બાંધેલી એક યુવકની લાશ મળી

પોલીસના ઉચ્ચ ઓફિસરો પહોંચ્યા : એફએલએલ તથા ડોગ સ્ક્વોર્ડની મદદ લેવાઇ

પાદરાના વનછરા ગામે એક વિચિત્ર બનાવ બનવા પામ્યો છે. ગામના એક અવાવરૂ વિસ્તારમાં ટ્રેક્ટર સાથે બાંધેલી એક યુવકની લાશ મળી આવી છે. લાશ ટ્રેકટરના ગાર્ડને દોરડું બાંધીને લટકેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી હતી

  જોકે યુવકની મોતનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી અને કારણ સુધી પહોંચવા માટે એફએલએલ તથા ડોગ સ્ક્વોર્ડની મદદ લેવાઇ છે. વડા પોલીસ તેમજ વડોદરા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે

(11:29 pm IST)