Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

ચુડાના ઝોબાળા ગામે એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે અથડામણ :આઠ લોકોને ગંભીર ઇજા

જુના મનદુઃખનો ખાર રાખીને બંને જૂથ વચ્ચે ધીંગાણું :પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યોં

સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના ઝોબાળા ગામે એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે અથડામણ સર્જાઈ છે. આ જૂથ અથડામણમાં 8 લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખી આ અથડામણ થઇ હોવાની આશંકા સેવાઇ રહી છે. હાલમાં પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

(10:42 pm IST)