Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

જસદણ પેટા ચૂંટણી માટેનું જાહેરનામું જારી કરી દેવાયું

ત્રીજી ડિસેમ્બર સુધી ઉમેદવારીપત્રો ભરાશે

જસદણ,તા.૨૬ : જસદણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે તખ્તો તૈયાર થઇ ગયો છે. આજે જાહેરનામુ જારી કરવામાં આવતા ચૂંટણી કવાયત તીવ્ર બની ગઈ છે. ઉમેદવારીપત્રો ત્રીજી ડિસેમ્બર સુધી ભરી શકાશે. ૨૦મી ડિસેમ્બરે મતદાન થશે. મતદાનમાં સંપૂર્ણપણે ઇવીએમ અને વીવીપેટનો ઉપયોગ કરાશે. પેટાચૂંટણી ભાજપ અને કોંગ્રેસ બંને માટે પ્રતિષ્ઠિત બની ગઈ છે. ૭૨-જસદણ વિધાનસભાના સભ્ય કુંવરજીભાઇ બાવળીયાએ રાજીનામું આપતા ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણી તા.૨૦મી ડિસેમ્બર-૨૦૧૮ને ગુરૂવારના રોજ યોજવાનું ભારતના ચૂંટણી પંચે નક્કી કર્યું છે. મતગણતરી તા.૨૩મી ડિસેમ્બરે યોજાશે, એમ રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી ડૉ.એસ. મુરલીક્રિષ્ણા દ્વારા જણાવાયું છે. તેમણે ઉમેર્યું કે, જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી દરમિયાન મતદાન માટે ઇલેકટ્રોનીક વોટીંગ મશીન તથા વીવીપીએટીનો ઉપયોગ કરાશે અને મતદાન અર્થે આવનાર મતદારની ઓળખ માટે મતદાર ફોટો ઓળખકાર્ડનો ઉપયોગ કરવામાં આવશે, એમ વધુમાં જણાવાયું છે.

ચૂંટણી પંચનું જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ

૨૬-૧૧-૨૦૧૮(સોમવાર)

ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ

૦૩-૧૨-૨૦૧૮(સોમવાર)

ઉમેદવારી પત્રો  ચકાસણીની તારીખ

૦૪-૧૨-૨૦૧૮(મંગળવાર)

ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ

૦૬-૧૨-૨૦૧૮(ગુરૂવાર)

મતદાનની તારીખ

૨૦-૧૨-૨૦૧૮(ગુરૂવાર)

મતગણતરીની તારીખ

૨૩-૧૨-૨૦૧૮(રવિવાર)

પેટા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની તારીખ

તા.૨૬-૧૨-૨૦૧૮ (બુધવાર)

 

(9:59 pm IST)