Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

વિરમગામ આરપીએફના ઈન્સ્પેકટર અને હેડ કોન્સ્ટેબલ રૂ. ૭૦૦૦ની લાંચ લેતા ઝડપાયા

રાજકોટ, તા. ૨૬ :. અમદાવાદ જિલ્લાના વિરમગામના આરપીએફના ઈન્સ્પેકટર અને હેડ કોન્સ્ટેબલ રૂ. ૭૦૦૦ની લાંચ લેતા ઝડપાઈ જતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ ફરીયાદીએ એસીબીમાં ફરીયાદ કરીને તા. ૨૫ના રાત્રીના વિરમગામ પાસે સોકલી રેલ્વે ફાટક સાથે પોતાનો ટ્રક અથડાતા આરપીએફ એ ગુન્હો દાખલ કરીને ડ્રાઈવરની અટક કરીને ટ્રક જપ્ત કર્યો હતો. ત્યાર બાદ આરપીએફના હેડ કોન્સ્ટેબલ સુરેશ જેઠાભાઈ સોલંકીએ ફરીયાદીનો ટ્રક છોડાવવા માટે પોઝીટીવ અભિપ્રાય આપવા આરપીએફના વર્ગ-૩ના ઈન્સ્પેકટર રવિકુમાર ગોડ વતી ફરીયાદી પાસેથી રૂ. ૨૫૦૦૦ની લાંચ માગી હતી. જે રકઝકના અંતે રૂ. ૭૦૦૦ આપવાનું નક્કી કરાયુ હતું.

 આ દરમિયાન ફરીયાદીએ એસીબીને જાણ કરતા એસીબીની ટીમે વિરમગામમાં રેલ્વે સ્ટેશન ઉપર પ્લેટફોર્મ નં. ૧ પાસે આરપીએફ પોલીસ સ્ટેશનના દરવાજા નજીક રૂ. ૭૦૦૦ની લાંચ સ્વીકારતા રવિકુમાર ગોડ અને સુરેશ જેઠાભાઈ સોલંકીએ ઝડપાઈ ગયા હતા.

આ કામગીરી એસીબી રાજકોટ એકમના મદદનિશ નિયામક એચ.પી. દોશીના સુપરવિઝન હેઠળ જામનગર એસીબીના પોલીસ ઈન્સ્પેકટર એન.કે. વ્યાસ તથા જામનગર-રાજકોટની એસીબી ટીમે કરી હતી.

(4:48 pm IST)