Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

જુનાગઢમાં ભાગીદારીમાં ચાલતા જુગારધામનો પર્દાફાશઃ ૮ શખ્સો ઝબ્બેઃ ત્રણ ફરાર

ક્રાઇમ બ્રાંચની કાર્યવાહીમાં રૂ.૧.૩૫ લાખનો મુદ્દામાલ કબ્જે

જુનાગઢ તા.૨૬: જુનાગઢમાં ભાગીદારીમાં ચાલતા જુગારધામનો ક્રાઇમ બ્રાંચે પર્દાફાશ કરી ૮ જુગારીઓને ઝડપી લીધા હતા. જયારે ત્રણ ફરાર થઇ ગયા હતા. જુગારીઓ પાસેથી રૂ. ૧.૩૫ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

(૧) બિલનાથ સોસાયટીમાં રહેમાન હાસમ નોઇડા તેનાં ઘરે ચોબારીનો હારૂન હનીફ હાલા સામે ભાગીદારીમાં જુગારધામ ચલાવતો હોવાની માહિતી મળતા રાત્રે એસપી સૌરભસિંઘની સુચનાથી એલ.સી.બી. નાં પી.એસ.આઇ. ગોહિલનાં માર્ગદર્શન નીચે પી.એસ.આઇ. એન.ડી.ચૌહાણે સ્ટાફ સાથે દરોડો પાડયો હતો. જેમાં ક્રાંઇમ બ્રાંચે રહેમાનનો જુગાર કલબમાં ભાગીદાર હારૂન હનીફ ઉપરાંત રણશી જેઠા મોઢા, સંજય ભીખુ રાઠોડ, ભુપત સાજણ, રફીક ઉમર અને ભાયા નટુ કરગઠીયા, ધીરેન ભનુ રાઠોડ, દિનેશ પાલા કરમુર સહિત આઠ જણાને રૂ. ૨૯,૬૫૦ની રોકડ સાથે જુગાર રમતા પકડી પાડયા હતા.

જયારે રહેમાન હાસ તેમજ ડાડો સાંધ અને હરભમ કોળી નાસી ગયા હતા.

પોલીસે જુગારીઓ પાસેથી રોકડ તેમજ ૭ મોબાઇલ અને પાંચ મોટર સાયકલ સહિત કુલ રૂ. ૧,૩૫,૧૫૦ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(3:17 pm IST)