Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

જૂનાગઢમાં નશામાં ધૂત થઈ ફાયરીંગ કરનાર ધીરેન અવાસીયાના રીમાન્ડની તજવીજ

નિવૃત આર્મીમેન વિરૂદ્ધ શરતભંગની કાર્યવાહી

જૂનાગઢ, તા. ૨૬ :. જૂનાગઢમાં જૂના નાગરવાડામાં આવેલ રૂદ્રાક્ષ એપાર્ટમેન્ટમાં રહેતા ધીરેન જયકૃષ્ણ અવાસીયા (ઉ.વ. ૩૫) નામનો નિવૃતિ આર્મીમેન ગઈકાલે સાંજે નશામાં ધૂત થઈને પોતાની લાયસન્સવાળી લોડેડ પિસ્તોલ સાથે ઝાલોરાયા વિસ્તારમાં પહોંચ્યો હતો.

અહીં ધીરેનભાઈએ નશામાં ભાન ભૂલીને પોતાની પિસ્તોલમાંથી હવામાં ફાયરીંગ કરીને લોકોને ભયભીત કરી દીધા હતા.

આ અંગેની જાણ થતા એ-ડિવીઝનના પી.આઈ. એમ.એ. વાળાએ કાફલા સાથે દોરી જઈને ધીરેનના હાથમાંથી પિસ્તોલ છીનવી લીધી હતી.

આ શખ્સે તેની પિસ્તોલમાંથી પાંચ રાઉન્ડ ફાયરીંગ કર્યા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.

પી.આઈ. શ્રીવાળાએ ધીરેન અવાસીયાની એક રાઉન્ડ સાથેની પિસ્તોલ સાથે ધરપકડ કરી તેના વિરૂદ્ધ લાયસન્સની શરતભંગની કાર્યવાહી કરી હતી.

તપાસનીશ પીએસઆઈ ચુડાસમાએ ધીરેનને રીમાન્ડ ઉપર મેળવવાની તજવીજ હાથ ધરી છે.

(3:17 pm IST)