Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

વિસાવદરમાં ચૂંટણીના મનદુઃખથી બે યુવાનોની હત્યાની કોશિષ

બે શખ્સો પાઇપ વડે તુટી પડતા જીવલેણ ઇજા

જુનાગઢ તા.૨૬: વિસાવદરમાં વ્રજભૂમિપાર્ક સોસાયટીમાં રહેતા હેમલભાઇ ગિરીશભાઇ અભાણી (ઉ.વ.૩૯) ગઇકાલે સાંજે તેમની દુકાન પાસે ઉભા હતા. ત્યારે હેમલ અભાણીની લોહાણા જ્ઞાતિના તેજસ શાંતિલાલ ગણાત્રા અને બાબા પઠાણનો પુત્ર ભુરાએ હેમલભાઇ અને તેનાંભાઇ ઉપર આડેધડ લોખંડનાં પાઇપ વડે હુમલો કર્યો હતો.

બંને ભાઇઓને જીવલેણ ઇજા પહોંચાડીને તેજસ ગણાત્રા અને ભુરો નાસી ગયા હતાં.

લોહાણા બંધુઓને વિસાવદર ખાતે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે જુનાગઢ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

હેમલ અભાણીએ પોલીસ ફરીયાદમાં તેજસ ગણાત્રા સાથે નગરપાલિકાની ચૂંટણી વખતે અને જ્ઞાતિ પ્રમુખની ચૂંટણી સમયે મનદુઃખ ચાલતું હોય તેથી હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું.

પોલીસે બંને હુમલાખોરોની સામે કલમ ૩૦૭ મુજબ હત્યાની કોશિષનો ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(3:16 pm IST)