Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

જામનગરના ધુડશીયામાં ડીગ્રી વિનાનો ડોકટર ઝડપાઈ ગયો

જામનગર, તા. ૨૬ :. ધુડશીયા ગામે શ્રીજી નિવાસમાં રહેતા શાંતિલાલ ભાદાભાઈ રાણપરીયા પટેલ નામનો વ્યકિત કોઈ મેડીકલ ડોકટરને લગતી ડીગ્રી ધરાવતા ન હોવા છતાં દવાઓ આપી પૈસા વસુલ કરે છે. તેવી હકીકત આધારે રેઈડ કરી મજકુરના કબ્જામાંથી સ્ટેથોસ્કોપ મશીન, બીપી માપવાનું મશીન તથા અલગ અલગ પ્રકારની દવાઓ મળી કુલ રૂ. ૨૭૫૦નો મુદ્દામાલ કબ્જે કરી પોલીસ સબ ઈન્સ. વી.વી. વાગડીયાએ મજકુર વિરૂદ્ધ ગુજરાત મેડીકલ પ્રેકટીશનર્સ એકટ હેઠળ કાયદેસર કાર્યવાહી કરેલ છે. મજકુર ઈસમની પુછપરછ કરતા ધોરણ ૧૧ સુધી અભ્યાસ કરેલ છે.

આ કાર્યવાહી પો. ઈન્સ. આર.એ. ડોડીયાની સૂચનાથી પો.સ.ઈ. વી.વી. વાગડીયા, કે.કે. ગોહીલ, આર.બી. ગોજીયા તથા એલ.સી.બી. સ્ટાફના જયુભા ઝાલા, વશરામભાઈ આહીર, બસીરભાઈ મલેક, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપ તલવાડીયા, ફીરોજભાઈ દલ, ખીમભાઈ ભોચીયા, રઘુવીરસિંહ પરમાર, લાભુભાઈ ગઢવી, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, કમલેશભાઈ રબારી, નિર્મળસિંહ બી. જાડેજા, હિરેનભાઈ વરણવા, મિતેશભાઈ પટેલ, બળવંતસિંહ પરમાર, નિર્મળસિંહ એસ. જાડેજા, લક્ષ્મણભાઈ ભાટીયા, દિનેશભાઈ ગોહિલ, સુરેશ માલકિયા, ભારતીબેન ડાંગર, એ.બી. જાડેજા તથા અરવિંદગીરી વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(3:16 pm IST)