Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

પશ્ચિમ કચ્છને નર્મદાનું પાણી આપવા માંગ :નખત્રાણામાં ખેડૂતોની વિશાળ રેલી :ગામ સજ્જડ બંધ :આવેદન આપ્યું

ખેડૂતોની રેલીમાં માલધારીઓ અને વેપારીઓનું મળ્યું સમર્થન

કચ્છના નખત્રાણામાં ખેડૂતોની વિશાળ રેલી આયોજિત થઈ.જેને લઈને નખત્રાણા સજ્જડ બંધ જોવા મળ્યું છે.ખેડૂતો પશ્ચિમ કચ્છમાં નર્મદાના પાણીની માંગ કરી રહ્યા છે.

ખેડૂતોની આ રેલીને માલધારીઓ અને વેપારીઓનો સાથ છે અને આથી આજે નખત્રાણાના બજારમાં સજ્જડ બંધ જોવા મળી રહ્યો છે. ખેડૂતો વિશાળ રેલી યોજીને નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું

(2:35 pm IST)