Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

વધુ એક ખેડૂતે વખ ધોળ્યું :તરઘડીયાના બટુકભાઈ મૈયડે દવા પી આયખું ટૂંકાવ્યું :ત્રણ મહિનામાં 17 જેટલા ધરતીપુત્રોના આપઘાત

પાક નિષ્ફળ, આર્થિક તંગી સહિતના કારણોસર જીવન ટૂંકાવવા મજબુર બનતા ખેડૂતો

રાજકોટ ;રાજ્યમાં વરસાદની ઘટ અને સિંચાઇની સુવિધાથી વંચિત ખેડૂતો સરકારની નીતિથી પણ પીડાઈ રહ્યાં છે રોજ એક બે દિવસના અંતરે ખેડૂતની આત્મહત્યાના અહેવાલો આવી રહ્યાં છે ધરતીપુત્રો પાણીની અછતને કારણે પાક નિષ્ફળ જવાની બીકે પોતાનું અમુલ્ય જીવન ટુંકાવી રહ્યાં છે. રાજ્યમાં દિવસેને દિવસે ધરતીપુત્રો હિમ્મત હારી રહ્યાં છે સરકાર ખેડૂતોની ભલાઈ માટે હજુ પ્લાનિંગ જ કરી રહી છે. ત્યારે છેલ્લા 3 મહિનામાં 17થી વધુ ખેડૂતોએ પાક નિષ્ફળ, આર્થિક તંગી વગેરે કારણોસર જીવન ટુંકાવી લીધુ છે.

   રાજકોટના તરઘડીયા ગામના એક ખેડૂતે આર્થિક પરિસ્થિતિ નબળી થતા ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો છે. ત માહિતી અનુસાર, તરઘડીયાના બટુકભાઈ મૈયડ નામના ખેડૂતે આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે જંતુનાશક દવા પી જીવન ટુંકાવી દીધુ છે.આ સમગ્ર માલે કુવાડવા પોલીસે તપાસ શરૂ કરી કરી છે.
  16 નવેમ્બરે જૂનાગઢના માળીયા હાટીના પીપળવા ગામે ચીમન ગોવિંદ સોલંકી નામના ખેડૂતે આપઘાત કર્યો છે. એક વર્ષ પહેલા ખેડૂતે આંબાના બગીચા માટે લોન લીધી હતી, પરંતુ પાક નિષ્ફળ જતા ખેડૂત દેવામાં ડુબી ગયો અને આર્થિક સંકડામણને લઈ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે.

(1:59 pm IST)