Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

ગોંડલમાં ભુંડ પકડવા આવેલા શખ્સોનો શીખ યુવાન અને તેના મિત્ર પર હુમલો છેક વેરાવળ સોમનાથથી ભુંડ પકડવા ગોંડલ આવ્યા હોઇ ના પાડતાં ડખ્ખો

રાજકોટ તા. ૨૬: ગોંડલ ભગવતપરા-૧૨માં રહેતાં સંતોકસિંઘ ચરણસિંઘ ખિચ્ચી (ઉ.૩૧) નામના શીખ યુવાન તથા તેના મિત્ર કિશોરભાઇ ઉકાભાઇ ગોહેલ (કોળી) (ઉ.૪૫) ગઇકાલે બપોરે ગોંડલના ઘોઘાવદર ચોકમાં બેઠા હતાં ત્યારે વેરાવળ સોમનાથથી ભુંડ પકડવા આવેલા જસપાલસિંઘ મનોહરસિંઘ બાવરી નામના શીખ શખ્સ તથા તેની સાથેના શખ્સોએ ઝઘડો કરી ધોકા-પાઇપથી માર મારતાં બંનેને ઇજા થતાં ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

સંતોકસિંઘના કહેવા મુજબ પોતે ગોંડલમાં રહી ભુંડ પકડવાનું કામ કરે છે. જસપાલસિંઘ અને તેના માણસો છેક સોમનાથ વેરાવળથી ગોંડલમાં ભુંડ પકડવા આવતાં તેને ના પાડતાં હુમલો કરી ભાગી ગયા હતાં. જતાં-જતાં આ શખ્સોએ મારી નાંખવાની ધમકી પણ આપી હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગોંડલ પોલીસને જાણ કરી હતી.

(12:05 pm IST)