Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

મોરબીમાં અશરફ કુરેશી પર જુના ડખ્ખાને લીધે પાંચ શખ્સો તૂટી પડ્યા

પૈસાની લેતીદેતી કારણભુતઃ એઝાઝ, રમીઝ, મકસુદ, ઇરફાન અને રમેશે લાકડી-પાઇપ-તલવારના ઘા ઝીંકયાઃ રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૨૬: મોરબીના કાલીકા પ્લોટમાં રહેતાં રિક્ષાચાલક અશરફ હુશેનભાઇ કુરેશી (ઉ.૨૪)ને રાત્રે દોઢેક વાગ્યે ઘર પાસે હતો ત્યારે તેના જ જુના મિત્ર એઝાઝ તથા તેની સાથેના રમીઝ, મકસુદ, ઇરફાન ઉર્ફ ઇભલો અને રમેશે મળી ધોકા, પાઇપ, તલવારથી હુમલો કરી ઇજા કરતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.અશરફ કુરેશીના કહેવા મુજબ પોતે અને એઝાઝ પહેલા મિત્રો હતાં. અગાઉ બંને વચ્ચે પૈસાની લેતીદેતી વચ્ચે બોલાચાલી થઇ હતી. ત્યારથી મનદુઃખ ચાલતું હતું. રાત્રે પોતે મિત્ર રવિ ડાયાભાઇ ચાવડાના તેના ઘરે મુકીને પોતાના ઘર પાસે પહોંચ્યો ત્યારે અગાઉથી રાહ જોઇને ઉભેલા એઝાઝ સહિતનાએ હુમલો કરી દીધો હતો. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને જયદિપભાઇ ધોળકીયાએ મોરબી પોલીસને જાણ કરી હતી.

(12:05 pm IST)