Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

ગુજરાતી લેખક મંડળમાં ચૂંટાતા પ્રતિભા ઠક્કર- તખુભાઇ સાંડચુર

ભાવનગર તા.૨૬: ગુજરાતી ભાષાના ગદ્ય સાહિત્ય ક્ષેત્રે કાર્યરત સમગ્ર ગુજરાતનાં એકમાત્ર સંગઠનની સંચાલન સમિતિની ચૂંટણી અમદાવાદ ખાતે સંપન્ન થતા ભાવનગરના બે સાહિત્યકારો સર્વશ્રી પ્રતિભાબેન ઠક્કર અને તખુભાઇ સાંડચુર ચૂંટાયેલા જાહેર થયાં હતા.

સંચાલન સમિતિની આ ચૂંટણી પોસ્ટલ બેલેટથી યોજાઇ હતી. શ્રી પ્રતિભા ઠક્કર વકીલાતના ક્ષેત્ર સાથે સંકળાઇને લઘુકથાના ફલક પર વિશેષ નામના  ધરાવે છે. તખુભાઇ સાંડસુર શિક્ષણ ક્ષેત્રે સંલગ્ન રહી વાર્તા, પ્રસંગલેખન માટે જાણીતા છે. તેઓને  મિત્રોએ શુભેકામનાઓ પાઠવી છે.

(12:06 pm IST)