Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

કોટડાસાંગાણી તાલુકાના ગામોને પીવાના પાણીની સમસ્યાને પહોંચી વળવા સ્વભંડોળમાથી ગ્રાન્ટ આપો

મુખ્યમંત્રી કલેકટર અને જીલ્લા વિકાસ અધીકારીને કરવામાં આવેલી રજુઆત

કોટડાસાંગાણી, તા.૨૬: કોટડાસાંગાણી તાલુકામા પીવાના પાણીની વીકટ સ્થીતિ પહોંચી વળવા તાલુકા પંચાયતની સ્વ ભંડોળની ગ્રાન્ટમાથી તમામ ગ્રામ પંચાયતને ગ્રાન્ટ ફાળવવામા આવે તે માટે તાલુકા પંચાયતના વિપક્ષ નેતા પ્રતીપાલસિંહ જાડેજા અને તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ સીંધવે જીલ્લા વિકાસ અધીકારી કલેકટર અને મુખ્યમંત્રીને લેખીત રજુઆત કરી છે.

કોટડાસાંગાણી તાલુકામા વરસાદની ઘટ હોવાથી દુષ્કાળ જેવી સ્થિતિનુ નીર્માણ થયુ છે અને શીયાળાની શરૂઆતથીજ પીવાના પાણીના ધાંધીયા થયા છે અને તાલુકાના અનેક ગામોમા કુવા અને બોરના તળ નીચા ગયા હોવાથી આગામી દિવસોમાં તાલુકાના ગામોમા પીવાના પાણીની વીકટ સ્થીતીનુ નીર્માણ થવાનુ છે ત્યારે લોકોને પીવાનુ પુરતુ પાણી મળી રહે તે માટે તાલુકાના બેતાલીસ ગામોને તાલુકા પંચાયતની સ્વ ભંડોળની ગ્રાન્ટમાંથી ગ્રામપંચાયતના કુવાઓને ઉંડા ઉતારવા તેમજ બુરાએલા કુવાઓને ફરી જીવંત કરવા કુવાઓમા આડા દાર કરાવવા અને ગામમા નવા બોર કરાવવા જરૂરી બન્યા છે. જે ગામમા પાણીના સંપની સુવીધા ન હોય ત્યા સંપ બનાવવા જેવી સુવીધાઓ ઉપલબ્ધ કરાવવા જીલ્લા પંચાયતમા લેખીત રજુઆત કરાઈ છે તાલુકાના તમામ ગામોને એક થી બે લાખ જેટલી રકમ ફાળવવામા આવેતો પાણીની સમસ્યાનો યોગ્ય નીકાલ થઈ શકે તેમ છે સાથે જ તાલુકા પંચાયતના સત્તાધીસો દ્રારા રાગદ્વેશ રાખીને અમુક ગણ્યા ગાઠયા ગામોને જ સ્વ ભંડોળની ગ્રાન્ટ અપાતી હોવાનો આક્ષેપ પણ કરાયો છે ગત વર્ષે તાલુકા પંચાયતની સ્વભંડોળની ગ્રાન્ટમાથી એકાદ કરોડ જેટલી રકમ ફાળવવામા આવી હતી જેમા પણ કિન્નાખોરી દાખવી પોતાના અંગત સરપંચોનેજ ટકાવારીના ધોરણે ગ્રાન્ટ આપી હતી હવે ફરીથી તાલુકાના એકપણ ગામને અન્યાય નથાય અને તમામ ગામોને પીવાના પાણી માટે વલખા ન મારવા પડે અને પાણીની વ્યવસ્થા થાય તે માટે તાલુકા પંચાયતની સ્વ ભંડોળની ગ્રાન્ટ ફાળવવા તાલુકા પંચાયતના વિપક્ષ નેતા પ્રતીપાલસીંહ જાડેજા અને તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ સીંધવે જીલ્લા વિકાસ અધીકારી. કલેકટર. અને મુખ્યમંત્રીને લેખીત રજુઆત કરી છે.

(12:00 pm IST)