Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

સોમનાથના મેળામાં યાત્રીકોએ કેદીઓએ બનાવેલ ભજીયાનો સ્વાદ માણ્યો

જેલના કેદીના સ્ટોલમાં મેળા દરમિયાન ૧.૮૦ લાખની આવક

પ્રભાસ પાટણ તા.ર૬: સુપ્રસિધ્ધ સોમનાથ કાર્તિક પૂર્ણિમા મેળામાં સાબરમતી જેઇલના કેદી ભાઇઓ દ્વારા બનાવાતા ભજીયાના સ્ટોલને સ્ટોલ માટે દર વરસે ખાસ આમંત્રણ અપાય છે. આ વરસે પણ રાજકોટ સેન્ટ્રલ જેઇલ સુપ્રી. ધર્મેન્દ્ર શર્માના માર્ગદર્શન હેઠળ જેઇલ ફેકટરી મેનેજર અરવિંદ પરમારના માર્ગદર્શન હેઠળ સાબરમતી જેઇલના સહિત કુલ ૧૦ કેદીઓએ મેળાના ભજીયા સ્ટોલમાં ભાગ લીધો હતો.

જેમાં પાંચ દિવસના મેળામાં ૧ર૦૦ કિલોથી વધુ ભજીયા મેળારસિકોએ ખાધાં અને જેઇલને અંદાજે રૂ.૧પ૦ના કિલો લેખે  રૂપીયા ૧,૮૦,૦૦૦થી પણ વધુ આવક થવા પામી છે. અને મેળામાં આ ભજીયા ખરીદવા લાંબી-લાંબી લાઇનો લાગતી હતી અને આ સ્ટોલ સ્વાદ દૃષ્ટિએ મેળાનું આકર્ષણ પણ બન્યો હતો.

(11:59 am IST)