Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

કોડીનારમાં મુસ્લીમ યુવાનો દ્વારા ઇદ પ્રસંગે દિવ્યાંગ બાળકોને ભોજન

કોડીનારઃ શહેરમાં મુસ્લિમ યુવાનો દ્વારા દિવ્યાગ બાળકોને ભોજન કરાવી ખરાઅર્થમાં ઇદે મિલાદુન્નબીની ઉજવણી કરાઇ હતી. કોડીનારના ફારૂકભાઇ હાલાઇ એલેકસ મેડિકલ વાળા, અફઝલભાઇ પાણાવઢું, શબ્બીરભાઇ સોલંકી, આરીફભાઇ ચાવડા, મહેબુબભાઇ કુરેશી વગેરે મુસ્લિમ મિત્રોએ ઇસ્લામ ધર્મના મહાન પેયગમ્બર સાહેબના જન્મદિવસ ઇદે મિલાદુન્નબીના અવસરે જીવનદીપ હેલ્થ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ કોડીનાર સંચાલિત મનોદીવ્યાંગ બાળકોના કેર સેન્ટરની મુલાકાત લઇ દિવ્યાંગ વિકલાંગ બાળકોને પ્રસાદી રૂપે નાસ્તાની કીટનું વિતરણ કરી બાળકોને તિથિ ભોજન કરાવી તેમની સાથે સમય પસાર કરી પેૈગમ્બર સાહેબના જન્મદિવસની પ્રેરક ઉજવણી કરી હતી. તે પ્રસંગની તસ્વીર.

(3:41 pm IST)