Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

ધોરાજી BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે દ્વિતિય પાટોત્સવ ભવ્ય અન્નકૂટ ઉત્સવ યોજાયો

ધોરાજી, તા.૨૬: ધોરાજી વિશ્વવંદનીય સંતવિભૂતિ બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે ધોરાજીના આંગણે તીર્થ સમાન મંદિરની ભેટ આપી છે બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની દિવ્ય પ્રેરણા અને પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજના આશીર્વાદ તથા દિવ્ય પ્રેરણાથી ધોરાજી  BAPS સ્વામિનારાયણ મંદિરનો દ્વિતીય પાટોત્સવ જૂનાગઢના વરિષ્ઠ સંતોના સાનિધ્યમાં આજે યોજાયેલ હતો આ કાર્યક્રમના શુભ પ્રસંગે BAPS સંસ્થાના સંતશ્રીઓ જેઓ દેશ-વિદેશમાં અનેક શિબીરો, સેમિનારો, પ્રવચનો આપ્યા હતા આ તકે પૂજય જ્ઞાનવત્સલ સ્વામી જેઓ દૈનિક જીવનમાં તનાવ વિશે માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમમાં સહ પરિવારના લોકો આવ્યા હતા આ કાર્યક્રમ આજે રવિવારના રોજ યોજાયેલ હતો જેમાં પાટોત્સવ મહાપૂજા વિધિ સવારે ૮ થી ૯ કલાક સુધી અને ભવ્ય અન્નકૂટ દર્શન બપોરે ૧૧ થી સાંજે ૭ સુધી અને પાટોત્સવ સત્સંગ સભા સાંજે ૫ થી ૭ સુધી રાખવામાં આવેલ હતો જેમાં ધોરાજી અને આજુબાજુના લોકો સહ પરિવાર સાથે આવ્યા હતા પૂજય જ્ઞાનવત્સલ સ્વામી જે લાખો લોકો સાંભળે છે એ સ્વામી પોતાને સંતવાણીમાં દૈનિક જીવન માં તનાવ વિશે માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમ ધોરાજીના BAPS સ્વામિનારાયણ મંદિર જુનાગઢ રોડ રેલવે ફાટક પાસે પ્રમુખ સ્વામી માર્ગ ધોરાજી ખાતે રાખેલ હતો આ અંગે સાધુ કલ્યાણમૂર્તિ દાસ તથા ધોરાજી સત્સંગ મંડળ દ્વારા જણાવેલ હતું.

(11:57 am IST)