Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

સોમનાથ એસ.ટી. વિભાગે રૂ. રર લાખની કમાણી કરીઃ ગત વર્ષ કરતા ૪ લાખ વધુ કમાયા

દિવાળી પર્વ અને સોમનાથ કાર્તિક પૂર્ણિમા મેળા ઉપર

પ્રભાસ પાટણ તા.૨૬: સોમનાથ-વેરાવળ વિભાગીય એસ.ટી. બસ તંત્રે દિવાળી તહેવારો-સોમનાથ કાર્તિક પૂર્ણિમા પંચ દિવસીય મેળા દરમ્યાન યાત્રિકો-પ્રવાસીઓની સુવિધા માટે આગોતરા આયોજન અને સુચારૂ વ્યવસ્થાથી એસ.ટી. તંત્રને રૂપિયા રર લાખ કરતા પણ વધુ આવક મળી.

તંત્રે ૩૦૦થી પણ વધુ ટ્રીપો કરીને જેને પરિણામે ૩૦,૦૦૦થી વધુ મુસાફરોએ એસ.ટી.ની સસ્તી અને સલામત મુસાફરીનો લાભ લીધો ગત વર્ષે આ જગાળા દરમ્યાન રૂપિયા ૧૮ લાખની આવક થઇ હતી જેમાં ગત વર્ષ કરતાં આ વર્ષે ૪ લાખની વધુ આવક થઇ છે.

વિભાગીય નિયામક-વેરાવળ આર.એેચ. વાળા, જુનાગઢ વડી કચેરી તેમજ વેરાવળ એસ.ટી. ડેપો મેનેજર બી.ડી. રબારી સહિત સમગ્ર સ્ટાફ ૨૪ કલાક કાર્યરત રહી મેળા અને તહેવારોમાં સોમનાથ આવેલ યાત્રિકો-પ્રવાસીઓને વિનયી તથા સારી સેવાઓ આપી તંત્ર ગૌરવ વધારેલ છે. રાજય નિગમ તરફથી પણ પુરતી બસો ફાળવી સાથોસાથ સ્ટાફ કર્મચારીઓએ ઉત્સાહ ફરજ નિષ્ઠા અને પ્રવાસીઓ એસ.ટી. તંત્રની સારી છાપ લઇ જાય તેવું ગૌરવપૂર્ણ કામગીરી કરી. યાત્રિકોને આ બસ સેવાઓથી દ્વારકા-જુનાગઢ-અમદાવાદ-વડોદરા-રાજકોટ સુધી વધારાની બસોનો લાભ લીધો.

(11:56 am IST)