Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

ધોરાજી રાજપૂત સમાજનું રાસોત્સ્વ સાથે સ્નેહ મિલન યોજાયુઃ શિક્ષિત સમાજ બનાવોઃ કુરિવાજોથી દૂર રહો

ધોરાજી તા. ર૬ :.. ધોરાજીના લોહાણા મહાજન સમાજ ખાતે ધોરાજી શહેર રાજપૂત સમાજનું સ્નેહ મિલન યોજાયું જેમાં સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા કરવામાં આવતા સેવાકિય કાર્યોને બીરદાવાયા હતા અને આ તકે રાજપૂત સમાજના પ્રમુખે શિક્ષણ પર ભાર મુકેલ અને શિક્ષણ થકી સમાજ આગળ આવશે એમ પ્રવિણસિંહ જાડેજાએ જણાવેલ આ તકે પ્રતીપાલસિંહ જાડેજાએ જણાવેલ કે સમાજમાં કુરીવાજોને તિલાંજલી આપવા અને યુવાનો અને બહેનોને અભ્યાસ અંગે જણાવેલ.

યુવાનો અને બહેનોને અભ્યાસ અંગે જણાવેલ આ તકે પીએસઆઇ અરવિંદસિંહ જાડેજાએ જણાવેલ કે સમાજમાં કન્યા કેળવણી અને આધુનિક શિક્ષણનો લાભ લેવા અને હોશીયાર વિદ્યાર્થીઓને આગળ આવવા મદદ તથા દર વર્ષ વિદ્યાર્થીઓના સન્માનના કાર્યક્રમો રાખવા જેથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે આ તકે સમાજના પ્રમુખ પ્રવિણસિંહ જાડેજા, બી. યુ. જાડેજા ચીફ ઓફીસર, અરવિંદસિંહ જાડેજા, પી. એસ. આઇ. બાબભા વાળા, પ્રતીપાલસિંહ જાડેજા તાલુકા પંચાયત પ્રમુખ, મનહરસિંહ પરમાર, ઘનશ્યામસિંહ જાડેજા, કિરીટસિંહ ઝાલા, ગંભીરસિંહ વાળા, હરપાલસિંહ જાડેજા, ભગીરથસિંહ ચુડાસમા, હરપાલસિંહ ચુડાસમા (માતૃકૃપાવાળા) વિરભદ્રસિંહ ચુડાસમા, નરેન્દ્રસિંહ જાડેજા  આ તકે મેડીકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને સમાજના અગ્રણીઓ દ્વારા શાલ ઓઢાડી ભવ્ય સન્માન કરાયું હતું. આ કાર્યક્રમનું સફળ સંચાલન દશરથસિંહ ઝાલા, સુખદેવસિંહ ગોહીલ, અને અશોકસિંહ જાડેજાએ કરેલ હતું.

આ તકે રાજપૂત સમાજના અગ્રણીઓ યુવાનો માતાઓ બહેનો સહિતના વિશાળ સંખ્યામાં હાજર રહી નવા વર્ષની શુભેચ્છાઓ આપેલ હતી. (પ-૭)

(11:55 am IST)