Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

ધારી વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગ અને વધારે હોમગાર્ડને નોકરી ફાળવવા ચેમ્બર પ્રમુખ પરેશ પટણીની માંગ

ધારી તા.૨૬: ધારી અને પુરા અમરેલી જિલ્લામાં આ વર્ષે ચોમાસું નબળુ રહેતા અને ધંધા રોજગારમાં મંદિનો માહોલ છે ત્યારે ધારી અને આજુબાજુનાં વિસ્તારોમાં ચોરીના બનાવો દિન પ્રતિદિન વધી રહેલ છે ત્યારે ધારીના દરેક વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગ વધારવામાં આવે અને ધારી ગામમાં હોમગાર્ડ જવાનોની સંખ્યા ૫૦ની છે તેમાંથી હાલમાં ૧૮ હોમગાર્ડ જવાનોને નાઇટ ડયુટી ફાળવવામાં આવે છે જેનાથી ધારી અને નવિવસાહત જેવા વિસ્તારોમાં પેટ્રોલીંગ માટે આ સંખ્યા પુરતી નથી ત્યારે હાલની પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખી તમામ હોમગાર્ડ જવાનોને નાઇટ ડયુટી ફાળવવામાં આવે તો ધારી ગામમાં દરેક વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગ થઇ શકશે અને ચોરીના બનાવ બનતા અટકાવી શકાશે આ બાબતની રજુઆત ચેમ્બર પ્રમુખ પરેશ પટણી દ્વારા કરવામાં આવેલ છે અને સાથો સાથ દરેક વેપારી મીત્રો અને લોકોએ પણ જાગ્રુતતા દાખવવા જણાવેલ છે જેનાથી ચોરીના બનાવો બનતા અટકાવી શકાય.

(11:55 am IST)