Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

જસદણ વિધાનસભાઃ જાહેરનામુ પ્રસિધ્ધ...

આજથી તા. ૩ સુધી ફોર્મ ભરી શકાશેઃ ર૦મીએ મતદાનઃ ર લાખ ૩ર હજાર મતદારો

રાજકોટ તા. ર૬ :.. જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી સંદર્ભે આજથી જાહેરનામું બહાર પડયું છે. તા. ર૬-૧૧-ર૦૧૮ ના રોજ ચૂંટણી અધિકારી, ૭ર જસદણ વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, જસદણ દ્વારા આ વિધાનસભા મતદાર વિભાગ માટે ચૂંટણી નોટીસ જાહેર કરવામાં આવી છે.

ચૂંટણી અધિકારી, ૭ર-જસદણ વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, તાલુકા સેવા સદન, પ્રથમ માળ, જસદણ અથવા મદદનીશ ચૂંટણી અધિકારી ૭ર-જસદણ વિધાનસભા મતદાર વિભાગ અને મામલતદારશ્રી, તાલુકા સેવા સદન, ગ્રાઉન્ડ ફલોર, જસદણ સમક્ષ આથી ૩-૧ર-ર૦૧૮ સુધી (જાહેર રજા સિવાય) સવારના ૧૧ થી બપોરના ૩ વાગ્યા વચ્ચે કોરા ઉમેદવારી પત્ર મેળવી શકશે અને ભરાયેલ ઉમેદવારી પત્ર રજુ કરી શકશે.

ઉમેદવારી પત્રોની ચકાસણી તા. ૪-૧ર-ર૦૧૮ ના રોજ સવારના ૧૧ વાગ્યાથી ચૂંટણી અધિકારી, ૭ર -જસદણ વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, તાલુકા સેવા સદન, પ્રથમ માળ, જસદણ ખાતે હાથ ધરવામાં આવશે. તેમજ તા. ૬-૧ર-ર૦૧૮ ના બપોરના ૩ કલાક પહેલા ઉમેદવારી પરત ખેંચવાની નોટીસ ઉપરોકત કોઇપણ  અધિકારી સમક્ષ રજૂ કરી શકાશે. મતદાન કરવાનું થશે તો તા. ર૦-૧ર-ર૦૧૮ ના રોજ સવારે ૮ થી સાંજના પ વાગ્યા વચ્ચે થશે તેવું ચૂંટણી અધિકારી શ્રી એ. એચ. ચૌધરીની યાદીમાં ઉમેરાયું છે.

જસદણની કુલ વસતી ૩ લાખ પ૬ હજાર છે, તે સામે મતદારોની સંખ્યા ર લાખ  ૩ર હજાર અને મતદાન મથકોની સંખ્યા રપ૬ થી વધુ છે, કુલ ૧પ૯ મતદાન મથક લોકેશન, ૪ પોલીસ સ્ટેશન અને ર૭ ઝોનલ રૂટ તથા ૧પ૦૦ થી વધુનો પોલીંગ સ્ટાફ મદદમાં રહેશે. (પ-૧૦)

(11:55 am IST)