Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

હાર ભાળી ગયેલ કોંગ્રેસે મારા વિડીયોમાં ચેડા કરી વાયરલ કર્યો છેઃ ડો.ભરત બોઘરા

આટકોટ, ર૬: તાજેતરમાં જસદણનાં પુર્વ ધારાસભ્ય ડો. ભરત બોઘરાના નિવેદનનો વિડીયો વાયરલ થયો હતો. જેમાં તેઓ કોંગ્રેસના રેકોર્ડ બ્રેક મતો નિકળવા જોઇએ તેવું બોલ્યા હોય આ વિડીયો ભારે વાયરલ થયો હતો અને આ વિડીયોને લઇ ડો.ભરત બોઘરા સામે અનેક સવાલો ઉભા થયા હતા. આ વિડીયોની સાથે ડો. ભરત બોઘરાના આ નિવેદનનો આખો વિડીયો સામે આવતા તેમના પર લાગેલા તમામ આક્ષેપો કોંગ્રેસે લગાડયા હોવાનું ભાજપનાં આગેવાનોએ જણાવ્યું હતું.આ સમગ્ર મામલા બાદ ડો.ભરત બોઘરાએ એક બીજો વિડીયો બનાવી જણાવ્યું છે કે મારા પુરા પ્રવચનનાં વિડીયોમાંથી હાર ભાળી ગયેલ કોંગ્રેસના લોકોએ ચેડા કરી મને બદનામ કરવા આવુ હિન કૃત્ય કર્યુ છે. જેને હું વખોડી કાઢુ છું.

કોંગ્રેસને આજ દિવસ સુધી હજુ જસદણમાંથી ઉમેદવાર પણ મળતા નથી ત્યારે લોકોને ગુમરાહ કરવા આવા કૃત્યો કરે છે ત્યારે આગામી ચુંટણીમાં મતદારો તેમને બતાવી દેશે અને ભાજપનાં ઉમેદવાર કુંવરજીભાઇ બાવળીયા અત્યાર સુધીમાં ન મળી હોય એવી વિક્રમજનક લીડથી ચુંટાશે તે નિશ્ચિત છે.(૪.૪)

(11:53 am IST)