Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

ગણોદમાં દેશી દારૂની ભઠ્ઠી : બેની ધરપકડ

ઉપલેટા તા. ૨૬ : અહીંથી ૧૫ કિ.મી. દુર આવેલ ગણોદ ગામમાં દેશી દારૂ બનાવવાની મીની ફેકટરી ચાલતી હોવાની બાતમી પી.આઇ. પલ્લાચાર્યને મળતા પોલિસે ગણોદ ગામમાં ખારાની સીમમાંથી દેશી દારૂની ભઠ્ઠી સાથે બે વ્યકિતની ધરપકડ કરેલ છે.

બાતમી મળેલ કે, ગણોદની સીમમાં દેશી દારૂ બનાવવામાં આવતો હોય. આ અંગે શકિતસિંહ જાડેજા તથા નિલેશ ચાવડાએ રેડ કરતા ખારાની સીમમાંથી દેશી દારૂ બનાવવા સાધનો ગરમ તથા ઠંડો આથો લીટર ૪૫૦ તથા ૧૫ લીટર દેશી દારૂ સાથે મયુર ઉર્ફે ચના ભીખા સીંધવ જાતે રબારી (ઉ.વ.૨૮) રે. ગણોદ ભદ્રેશ્વર મંદિર પાસે તથા અમરા જસા ભારાઇ જાતે રબારી રે. ગણોદ નીચલી બજારવાળાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ હતી.

આ કામગીરીમાં પી.આઇ. પલ્લાચાર્યની સુચનાથી શકિતસિંહ જાડેજા, નિલેશ ચાવડા, ગગુભાઇ ચારણ, જયેશ દાફડા, હરેશ બારૈયા વગેરે જોડાયા હતા.(૨૧.૧૪)

(11:52 am IST)