Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

વાંકાનેરમાંથી ગૂમ થયેલ સગીર ભાવેશને પોલીસે શોધી કાઢયો...

વાંકાનેર તા. ર૬ :.. વાંકાનેરમાં ભાવેશ રામજીભાઇ દતેસરીયા ઉ.૧૭ માસ ૬ રહે. વાંકાનેર પંચાસર રોડ ગાયત્રી સોસાયટીવાળો ગઇ તા. રર ના બપોરના બે એક વાગ્યે પોતાના ઘરેથી વાંકાનેર સીટીમાં પંચાસર રોડ ઉપર આવેલ રાજકમલ સ્ટૂડીયો ખાતે ફોટો બનાવવા માટે ગયેલ હતો તે ગુમ થયા અંગેની તેના પાલક પિતા રાજેશભાઇ એ ગઇકાલ તા. ર૪ ના પોલીસ સ્ટેશને રૂબરૂ આવી જાણ કરતા આ કામે ગુમ થનાર સગીર વયના હોય જે બનાવની ગંભીરતાને ધ્યાને લઇ તાત્કાલીક ગુમ થનાર ભાવેશના મોબાઇલ ફોનનું એલ. સી. બી. શાખા મોરબીના ઇન્ચાર્જ પો. ઇન્સ. આર. ટી. વ્યાસની મદદ લઇ ટાવર લોકેશન મેળવી એલ. સી. બી. શાખા મોરબીની મદદ મેળવી વાંકાનેર પીએસઆઇ એમ. જે. ધાધલ તથા પો. સ્ટાફની ટીમ તાત્કાલીક લીયા ગામ તા. મુળી જિ. સુરેન્દ્રનગર ખાતે તપાસમાં મોકલેલ જેઓએ લીયા ગામ તથા આજુબાજુના વિસ્તારમાં ગુમ થનાર કિશોર અંગે બહોળા પ્રમાણમાં પ્રસિધ્ધી કરતા લીયા તા. મુળી જિ. સુરેન્દ્રનગર ખાતેથી ગુમ થનાર ભાવેશને શોધી કાઢી તેના માતા કંચનબેન વા-ઓ રાજેશભાઇ સરાવાડીયા રહે. વાંકાનેર પંચાસર રોડ વિધાતા પોટરી પાસે ગાયત્રી સોસાયટીવાળાને સોંપી આપેલ છે. (પ-૧૪)

(11:52 am IST)