Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

જામજોધપુરના જામવાડી ગામે જુગાર : પાંચ ઝડપાયા

જામનગર - જામજોધપુર તા. ૨૬ : જામજોધપુર તાલુકાના જામવાડી ગામની નદીના પટમાં જાહેરમાં ગંજીપતાના પાના વડે તીનપતીનો રોન પોલીસ નામનો જુગાર રમતા હોય રૂ. ૨૯,૪૨૦ તથા ૪ મો.સા. મળી કુલ કિં.રૂ. ૯૯,૨૪૦ના મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડી તેમના વિરૂધ્ધ પો.હેડ. કોન્સ. ખીમભાઇ ભોચીયાની ફરીયાદ આધારે પો.હેડ કોન્સ. ફિરોજભાઇ દલએ જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. રેઇડ દરમિયાન નાશી જનાર રજનીકાંત ઉર્ફે રાજુ ગોરધનભાઇ બારીયા રે. જામવાડી તા. જામજોધપુર વાળાને ફરારી જાહેર કરેલ છે. જ્યારે શૈલેષભાઇ ગોરધનભાઇ દેલવાડીયા રહે. બાલવા, શાંતિલાલ મોહનભાઇ ભાણવડીયા, ભરતભાઇ બચુભાઇ દેસાઇ, રામજીભાઇ સવજીભાઇ દેડકીયા, ચંદુભાઇ ગોરધનભાઇ ડારા રહે. બધા જામવાડી પકડાઇ ગયેલ છે. આ કાર્યવાહી પો.ઇન્સ. આર.એ.ડોડીયાની સુચનાથી પો.સ.ઇ. વી.વી.વાગડીયા, કે.કે.ગોહિલ, આર.બી.ગોજીયા તથા એલ.સી.બી. સ્ટાફના જયુભા ઝાલા, વસરામભાઇ આહિર, બસીરભાઇ મલેક, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપ તલવાડીયા, રઘુવીરસિંહ પરમાર, ફિરોજભાઇ દલ, ખીમાભાઇ ભોચીયા, હીરેનભાઇ વરણવા, લાભુભાઇ ગઢવી, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, કમલેશભાઇ રબારી, નિર્મળસિંહ બી. જાડેજા, પ્રતાપભાઇ ખાચર, મીતેશભાઇ પટેલ, નિર્મળસિંહ જાડેજા, બળવંતસિંહ પરમાર, સુરેશભાઇ માલકીયા, લખમણભાઇ ભાટીયા, ભારતીબેન ડાંગર, દિનેશભાઇ ગોહિલ, એ.બી.જાડેજા તથા અરવિંદગીરી વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.(૨૧.૧૪)

(11:51 am IST)