Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

ગોંડલમાં ૯૬ બોટલ દારૂ સાથે બે શખ્સો પકડાયા : એલસીબીનો દરોડો

ખાંડાધાર ગામે દેશી દારૂની ભઠ્ઠી પર દરોડા : બે પકડાયા

તસ્વીરમાં વિદેશી દારૂના જથ્થા સાથે પકડાયેલ ચિરાગ સરવૈયા નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)

ગોંડલ તા. ૨૬ : રૂરલ ક્રાઇમ બ્રાંચે ગોંડલમાં રેઇડ કરી વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને તેમજ ખાંડાધાર ગામે દેશી દારૂની ભઠ્ઠી પર દરોડા પાડી બે શખ્સોને ઝડપી લીધા હતા.

જીલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાએ દારૂ જુગારની બદી નાબુદ કરવા સૂચના આપેલ જે સુચના અન્વયે રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ના પો ઇન્સ. જે.એમ.ચાવડા તથા પો.સબ ઈન્સ. એચ.એ.જાડેજા સા. ના માર્ગદર્શન હેઠળઙ્ગ પો.હેડ.કોન્સ.મહિપાલસિંહ જાડેજા રવિદેવભાઈ બારડ, જયેન્દ્રસિંહ વાઘેલા, રૂપકભાઈ બોહરા એ પેટ્રોલીંગઙ્ગ દરમ્યાન મળેલ બાતમી આધારે ગોંડલ કપુરીયા પરા માંથી (૧) ચીરાગ કાળુભાઇ સરવૈયા (૨) કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને  ભારતીયઙ્ગ બનાવટનીઙ્ગ વિદેશી દારૂની બોટલ નંગ ૯૬ કી.રૂ.૨૮,૮૦૦ઙ્ગ તથા રોકડ રૂપીયા,મોબાઈલ મળી કુલ ૩૬,૮૦૦ના મુદામાલ સાથે પકડી પાડી તેમજ આ વિદેશી દારૂ નો જથો જેન્તીભાઈ રહે- રાજકોટ વાળા પાસેથી લાવેલ હોય જેથી તમામ વિરૂધ્ધ ગોંડલ સીટી પો.સ્ટે.મા ગુન્હો રજી. કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

તેમજ રૂરલ ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે બાતમીના આધારે તાલુકાના ખાંડાધાર ગામેથી ભાઇ કેશુભાઇ સોમૈયા રહે- ખાંડાધાર ગામ તા. ગોંડલ (પકડવાનો બાકી), ટાભાભાઇ આણંદભાઇ સોમૈયા રહે ખાંડાધાર તા.ગોંડલ,  જીવણભાઇ રાજાભાઇ ડાંગર ઉ.વ.૪૮ રહે- ખાંડાધાર તા.ગોંડલ વાળા ઓ ના કબજામાંથીઙ્ગ દેશી પીવાનો દારૂ લી. ૧૦૦ કિ.રૂ. ૨૦૦૦ તથા દેશી દારૂ બનાવવાનો આથો લી. ૧૬૦૦ કિ.રૂ. ૩૨૦૦ તથા ભઠ્ઠીના સાધનો કિ.રૂ.૫૫૦૦ તથા એક સ્કુટી મો.સા. કિ.રૂ. ૧૫,૦૦૦ તથા બે મોબાઇલ ફોન કિ.રૂ. ૧૦૦૦ મળી કુલ રૂ.૨૬,૭૦૦ઙ્ગ ના મુદામાલ સાથેઙ્ગ પકડી પાડી ગોંડલ તાલુકા પો.સ્ટ મા ગુન્હો રજી. કરાવી કાયદેેસરની કાર્યવાહી કરેલ છે.(૨૧.૧૩)

(11:51 am IST)