Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

૭ ચોરાઉ મોબાઇલ ફોન સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ

 ભાવનગર જીલ્લામાં મિલ્કત સંબંધી ગુન્હાઓ બનતા અટકાવવા માટે તથા બનેલ ગુન્હાનો ભેદ ઉકેલી કાઢવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાહેબે તમામ પોલીસ અધિકારીઓને સુચના આપેલ હોય જેના ભાગ રૂપે એસ.ઓ.જી. શાખાના પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.ડી.પરમાર સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. શાખાના સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ કોન્સ. મહિપાલસિંહ ગોહીલ તથા પોલીસ હેડકોન્સ. જે.બી. ગોહીલને સંયુકતમાં મળેલ બાતમી આધારે મેઇન બજાર, જમાદાર શેરી પાસેથી આરોપી અકરમભાઇ મહેબુબભાઇ ખોખર જાતે સીપાઇ ઉ.વ.૨૮ રહે અમીપરા રેવડી બજારનો ખાંચો ભાવનગર વાળાને જુદી જુદી કંપનીના ચોરી કરેલ મોબાઇલ ફોન નંગ-૭ કિ.રૂ. ૪૪,૫૦૦/- સાથે ઝડપી પાડી મજકુર ઇસમને મોબાઇલ બાબતે પુછપરછ કરતા પોતે મેઇન બજાર તથા શાકમાર્કેટ માંથી જુદા જુદા માણસોના ખીસ્સામાંથી ચોરી કરીને લઇ લીધેલાની કબુલાત આપતા મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગંગાજળીયા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.ઙ્ગઙ્ગ

આમ એસ.ઓ.જી. પોલીસને મોબાઇલ ચોરીના ગુન્હાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળેલ છે.

આ કામગીરી એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ. ડી.ડી.પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના હેડ કોન્સ. જે.બી.ગોહીલ તથા મહાવીરસિંહ ગોહીલ તથા પોલીસ કોન્સ.ઙ્ગ મહિપાલસિંહ ગોહીલ તથા રાજદીપસિંહ ગોહીલ તથા વિશ્વજીતસિંહ ઝાલા તથા અબ્બાસઅલી દેવજીયાણી જોડાયા હતા.

(11:49 am IST)