Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

કાલાવાડના ખરેડી ગામે અજાણી મહિલા સાથે ફોટો પડાવી ૧૦ લાખની માંગણી કરી ધમકી આપી

જામનગર તા. ૧૬ : અહીં કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં દામજીભાઈ કાનજીભાઈ કોઠીયા એ ફરીયાદ નોંધાવી છે કે, ખરેડી ગામની સીમમાં ગૌતમભાઈ ઉર્ફે ગોવીંદભાઈ બથાવરએ પૂર્વ આયોજીત કાવતરૂ રચી દામજીભાઈની વાડીએ કોઇ મહીલા બોલાવી, તે કોન છે કેમ આવી છે એમ કહી મહીલા સાથે ઉભા રાખી તેના ફોટા પાડી દામજીભાઈને તથા સાહેદોને ગૌતમભાઈ તથા એક મહીલા અજાણી, અજાણ્યા બે ખાખી તથા બે સાદા કપડાવાળા ઈસમો એ ગાળો કાઢી માર મારી દસ લાખની માંગણી કરી અને બે લાખ માં પટાવટ કરી અને નહીં આપે તો મારી નાખવાની ધમકી આપી અને એકીબજાને મદદગારી કરી ગુનો કરેલ છે.

નાના વગુદળ ગામે જુગાર

અહીં ધ્રોલ પોલીસ સ્ટેશનમાં કોન્સ. હર્ષદભાઈ હીરાભાઈ ડોરીયા એ ફરીયાદ નોંધાવી છે કે, નાના વાગુદળ ગામની સીમમા વીપુલસિંહ દીલુભાની વાડી પાસે આવેલ હોકળામાં વીપુલસિંહ દીલુભા જાડેજા, અરજણભાઈ કેશવજીભાઈ રાઠોડ, મયુરસિંહ કરણસિંહ જાડેજા, વીરમભાઈ પાંચાભાઈ વરૂ, નાગદાનભાઈ ધનાભાઈ શીયાર, હાદીકસિંહ વિક્રમસિંહ જાડેજા રે. ધ્રોલ, જુગાર રમી રમાડી રેઈડ દરમ્યાન રોકડા રૂ.રપ,૭૦૦ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

દારૂની મહેફીલ માણતા

અહીં સીટી બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હીતેન્દ્રસિંહ વનરાજસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, પટેલ કોલોની રોડ નં.–૪, શ્રીજી એપાર્ટમેન્ટ સામે, આનંદબાગની સામેની ગલીમાં,  ચેતન રમણીકલાલ મજેઠીયા, ચન્દ્રકાંત જીવાભાઈ પરસાણીયા, પંકજ રતીલાલ ભુત, વીજયભાઈ હિરાભાઈ વડાલીયા, ધીરેન નગિનભાઈ જાવીયા, ભેગા મળી ઈંગ્લીશ દારૂની મહેફીલ ચેતન રમણીકલાલ મજેઠીયાના રહેણાક મકાને કરી દારૂ ૧૦૦ મી.લી. કિંમત રૂ.૧૦૦ સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

છાતીમાં દુઃખાવો ઉપડતા ભાવનગરના યુવાનનું મોત

અહીં રામેશ્વરનગર, કે.વી.શારની વાડી પાસે રહેતા સંજયભાઈ મનુભાઈ સીંઘવ એ સીટી ભએભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, વીમલભાઈ રમણીકભાઈ ગોહીલ, ઉ.વ.૪પ, રે. ર૦પ, પૃથ્વી પ્લાઝા વી માર્ટ પાસે, ઘોધા સર્કલ, ભાવનગર વાળા સવારે અગ્યાર વાગ્યાની બસમાં ભાવનગર જવા માટે એસ.ટી.ડેપો એ હતા પરંતુ અચાનક છાતીમાં બહુજ દુઃખાવો થતા તેમને સારવાર માટે અહીંની જી.જી.હોસ્પિટલમાં લઈ જતા મરણ ગયેલ જાહેર કરેલ છે.(૨૧.૧૬)

(11:49 am IST)