Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

કોડીનારમાં ટ્રક હડફેટે બે ઘોડીના મોત

કોડીનાર, તા. ર૬ : કોડીનાર મજેવડી હનુમાન પાસે ટ્રક હડફેટે બે ઘોડીના મોત થયાની કોડીનાર પોલીસમાં ફરીયાદ નોંધાયેલ છે.

આ બનાવની વિગત એવી છે કે ગાંડાભાઇ કાનાભાઇ મોરીની વાડી મજેવડી હનુમાન મંદિર પાસે આવેલી છે અને તેને  પાસે છોડી છે જે લગ્ન પ્રસંગે ફુલેકામાં ભાડે લઇ જાય છે ગઇકાલે સવારે ગાંડાભાઇ તેની બે ઘોડીને નવરાવવા જતા હતા ત્યારે કોડીનાર તરફથી ટ્રક નં. જી.જે. ૧૪ એકસ ૭૦રર નંબરના ટ્રક ચાલકે બે ફીકરાયથી ટ્રક હંકારી બંધ ઘોડીને હડફેટે લેતા એકનું સ્થળ ઉપર જ મોત નિપજેલ જયારે બિજી ઘોડી ઇજાગ્રસ્ત થતા પશુ ડોકટરને બોલાવી સારવાર કરતા સારવાર દરમ્યાન તેનું પણ મોત થયેલ આ બન્ને ઘોડીની કિંમત રૂ. ૪,૮પ,૦૦૦ જેટલી થાય છે પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. (૩.૧)

(11:39 am IST)