Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

ભાવનગરમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનો પ્રારંભ

ભવાનગરમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો પ્રારંભ થયો છે ભાવનગર વિભાગ ખાતે સાયબર અપરાધ તપાસ કોષ (સાયબર ક્રાઈમ સેલ) કાર્યરત કરવા ગૃહ વિભાગ ગુજરાત સરકાર દ્વારા મંજૂરી મળતા સાયબર અપરાધ (સાયબર ક્રાઈમ)ની તપાસમાં ઉપયોગી થાય તેવા કોમ્પ્યુટર હાર્ડવેર ફોરેન્સીક એનાલીસીસ સોફ્ટવેર ફોરેન્સીક ઈમેજીંગ ડીવાઈસ ફોરેન્સીક વર્ક સ્ટેશન વગેરે સાધન-સામગ્રી ફાળવવામાં આવેલ છે. તે ઉપરાંત ૧ પીઆઈ, ૧ પીએસઆઈ, ૧ પીએસઆઈ (ટેકનીકલ), પ હે.કો.-પો.કો.ની જગ્યા મંજુર કરવામાં આવેલ છે.

 નરસિમ્હા કોમાર પોલીસ મહાનિરીક્ષક, ભાવનગરે જીલ્લા તાલીમ કેન્દ્ર, પોલીસ હેડ કવાટર, ભાવનગર ખાતે સાયબર અપરાધ તપાસ કોષનું ઉદ્ઘાટન કરાયું હતું કાર્યક્રમ દરમ્યાન એમ.એમ.સૈયદ, પોલીસ અધિક્ષક, બી.એમ. લશ્કરી, પોલીસ ઇન્સપેકટર, સાયબર અપરાધ તપાસ કોષ અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા

 સાયબર અપરાધ તપાસ કોષ પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગનાઓની દેખ-રેખ હેઠળ કાર્યરત રહેશે અને ભાવનગર વિભાગ હેઠળનાં અમરેલી, બોટાદ અને ભાવનગર જીલ્લાઓમાં બનતા સાયબર અપરાધની તપાસમાં મદદરૂપ થશે

 . આવતા દિવસોમાં સાયબર અપરાધ તપાસ કોષમાં ફરજ બજાવતા અધિકારીઓને વિશેષ તાલીમ અને વધુ સાધન- સામગ્રીઓ ફાળવવામાં આવશે અને વિભાગ હેઠળનાં જીલ્લાઓમાં બનતા સાયબર અપરાધને અટકાવવા અને તપાસ કરવા વિશેષ પ્રયાસ કરવામાં આવશે.

 

(9:19 am IST)