Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

તલગાજરડાના ચિત્રકૂટ ધામમાં ભજન વિચાર સંગોષ્ઠિ

મોરારિબાપુના સાનિધ્યમાં ગુજરાતી સંત સાહિત્યની પુષ્ઠ ભૂમિકા વિશેરસપ્રદ વાતો રજુ કરાઈ

મહુવા તાલુકાના તલગાજરડા ગામે આવેલ ચિત્રકુટ ધામ મધ્યે ૯મી ભજન વિચાર સંગોષ્ઠિનો પ્રારંભ થયો હતો.હર્ષદ ત્રિવેદીના સંચાલન તળે ઈ.સ.૧૯૦૧ થી ૨૦૦૦ના ગુજરાતી સંત સાહિત્યની પુષ્ઠ ભૂમિકા વિશે રમેશ મહેતાએ તેમજ સંત કવિ પ્રિતમદાસ વિશે પ્રશાંત પટેલે વાત કરી હતી સુરેશ જોશીએ બંસરી અને મોરલી રૂપકાત્મક ભજન સ્વરૂપ વિશે રસપ્રદ વાત કરી હતી.

  અહી મોટી સંખ્યામાં ભજન મર્મીઓ ભજન પ્રેમીઓ અભ્યાસુઓ ઉપસ્થિત રહ્યા હતા પૂ. મોરારિબાપુના સાનિધ્યમાં પ્રતિવર્ષ આ ઉપક્રમ યોજાય છે રાત્રે સંતવાણી એવોર્ડ તેમજ સંતવાણીની પ્રસ્તુતિ થઈ હતી.

(9:04 am IST)