Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

જસદણની પેટાચૂંટણી પહેલા જિલ્લા પંચાયતના સભ્યોને મનાવવા પ્રદેશ કોંગ્રેસે બે ધારાસભ્યોને સોંપી જવબદારી

પ્રદેશ કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસના ધારાસભ્યો લાખભાઈ ભરવાડ અને જીતુભાઇ પટેલ રાજકોટમાં

રાજકોટ :જસદણની વિધાન સભાની પેટા ચૂંટણી પહેલા પ્રદેશ કોંગ્રેસે ડેમેજ કંટ્રોલ હાથ ધર્યુ છે. જિલ્લા પંચાયતના 6 સભ્યો થોડા દિવસ પહેલા ભાજપમાં ભળ્યા હતા. ત્યારે વધુ સભ્યો ન તૂટે તે માટે કોંગ્રેસે નારાજ જિલ્લા પંચાયતના સભ્યોને મનાવવાની કામગીરી શરૂ કરી છે. અને આ કામગીરી કોંગ્રેસના ધારાસભ્યોને સોંપવામાં આવી છે, જિલ્લા પંચાયતના સભ્યોના દુઃખ દર્દ જાણવા પ્રદેશ કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસના ધારાસભ્યો લાખભાઈ ભરવાડ અને જીતુભાઇ પટેલ રાજકોટમાં છે.

(9:01 am IST)