Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

જૂનાગઢના જાલોરાપામાં સેનાના પૂર્વ સૈનિકે જાહેરમાં પાંચ રાઉન્ડ ફાયરિંગ કરતાં ચકચાર

દારૂના નશામાં રહેલ પૂર્વ જવાનને પોલીસ મહામહેનતે હાથમાંથી પિસ્તોલ છોડાવી કાબુમાં લીધો

જૂનાગઢના જાલોરાપામાં સેનાના પૂર્વ સૈનિકે જાહેરમાં પાંચ રાઉન્ડ ફાયરિંગ કરતાં અફરાતફરી મચી ગઈ હતી. નવી સિવિલ હોસ્પિટલથી બલોચવાડાના રસ્તા ઉપર હાથમાં પિસ્તોલ લઈને ચારથી પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા જેનાથી લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો

   જાણવા મળ્યા મુજબ ધીરેન કૃષ્ણકાંત અવાસિયા નામના સેનાનો પૂર્વ જવાન દારૂના નશામાં ધૂત હતો. પોલીસે મહામહેનતે તેના હાથમાંથી પિસ્તોલ છોડાની કાબૂમાં લીધો. પોલીસે તેની ધરપકડ કરીને કડક કાર્યવાહી હાથ ધરી છે.

(8:59 am IST)