Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

કચ્છમાં નકલી ચલણી નોટ ઘૂસાડવાના કેસના આરોપી જયુશ શેખને મુંબઈથી દબોચી લેવાયો

કચ્છમાં સરહદી જિલ્લા કચ્છમાં નકલી ચલણી નોટ ઘૂસાડવાના કેસમાં આરોપી ઝડપાયો છે. નકલી નોટના ષડયંત્રમાં નાસતાં ફરતાં વોન્ટેડ આરોપી જ્યુશ શેખને ATS અને SOGએ ઝડપી પાડ્યો છે. વર્ષ 2016માં ભૂજના વાણિયાવાડમાંથી દંપતી સહિત ચાર શખ્સો ઝડપાયા હતાં. આરોપીઓ પાસેથી 500ના દરની 236 અને 1 હજારના દરની 43 નકલી નોટ મળી આવી હતી.

જોકે મુખ્ય શખ્સ અંડરગ્રાઉન્ડ થઈ ગયો હતો. એટીએસ અને એસઓજીએ તેને મુંબઈના લોએર પરેલ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. પૂછપરછમાં બાંગ્લાદેશથી માલ્દાના માર્ગે તે ભારતમાં નકલી ચલણી નોટ ઘુસાડતો હોવાનું કબૂલ્યું છે. હાલ આરોપીને ભુજ એલસીબીને સોપવામાં આવ્યો છે.

(10:29 pm IST)