Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

ભાવનગરની સમરસ હોટેલમાં ભોજન મામલે વિદ્યાર્થીઓનો હોબાળો

છાશમાં બાથરૂમમાંથી પાણી ભેળવવા હોવાનો વિડિઓ વાયરલ :દાળ શાકમાં ઈયળો નીકળતી હોવાના આક્ષેપ :સંચાલકોએ તપાસ કરી

ભાવનગરની સમરસ હોસ્ટેલમાં ભોજનને લઈ વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો  રોટલીમાં જીવાતો હોવાનો અને દાળભાત, શાકમાં ઈયળો નીકળતી હોવાનો વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો વધુમાં  છાશમાં બાથરૂમમાંથી પાણી ભેળવતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. વારંવાર આવી ઘટનાની ફરીયાદોને લઈને વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો. ત્યારે સંચાલકો હોસ્ટેલે પહોંચીને તપાસ હાથ ધરી હતી

(9:34 pm IST)