Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

સુરેન્દ્રનગરમાં ફટાકડાની ખરીદીમાં પડાપડી

પાંચ રૂપિયાથી માંડીને પાંચ હજાર સુધીના ફટાકડાની વેરાયટી : બજારોમાં ગ્રાહકો ઉમટયા

વઢવાણ, તા. ર૬ : દિવાળીના પર્વનો પ્રારંભ થવાને હવે ગણતરીના દિવસ બાકી રહયા છે. ત્યારે સુરેન્દ્રનગર શહેર તેમજ જિલ્લામાં તહેવારને લઇ ખરીદી માહોલ જામી રહયો છે. છેલ્લા બે દિવસથી સુષ્પુપ્ત અવસ્થામાં રહેલુ બજારમાં હવે લોકોની ભીડ જોવા મળી રહી છે. ત્યારે દિવાળીમાં ફટાકડાનું વિશેષ મહત્વ બાળકોમાં રહેલું ફટાકડા ફોડીને આનેરો આનંદ માણતા હોય છે.

જો કે બદ્યી ખરીદી બાદ ફટાકડાની ખરીદી કરવામાં આવતી હોય છે. ચાલુ વર્ષે અવનવી વેરાયટી સાથે નવીન વર્લ્ડવોર સહિતના ફટાકડાનું આગમન થયું છે. દિવાળીએ આકાશમાં ૧૫૦ની આતશબાજીમાં વર્લ્ડવોર રંગોળી જામશે. આ વખતે દિવાળીમાં ૧૫૦ થી વધુ આકાશી આતશબાજી માર્કેટમાં ધુમ મચાવી રહી છે.  જેમાં આકાશમાં જઇને ગુલાબી કલર ધારણ કરી લેતી પિન્ક સિટી, આકાશને જાંબલી બનાવી દેતી વાયોલટ વર્લ્ડ આકાશમાં જઇને મિનિટો સુધી તળતળાટી બોલાવતી કેકલિંગ વર્લ્ડ યુધ્ધ જામ્યું હોય તેવો માહોલ ઉભો કરતી વર્લ્ડવોર ઉપરાંત બેડ બોયઝ, હોટ બોયઝ, બટરફાલાય, મીસ ઇન્ડીયા, એરટ્રાફિક, ઇલેટ્રિક સાયરન, ફલોર ફાઉન્ટન, હાઇફાઇ બીંગબેંગ સહિતની અનેક વેરાયટી બજારમાં આગમન થયું છે બજારમાં ૧ થી રુપિયાથી માંડીને ૧૦૦, ૫૦૦, ૨૪૦, ૧૦૦ સહિતના શોટસ પણ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

ત્યારે ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લા ની બજારો માં દિવાળી ની ખરીદી માટે બજારો માં પડાપડી જોવા મળી હતી.ત્યારે સુરેન્દ્રનગર ની બજારો માં લોકો દ્યસી આવી દિવાળી ની ખરીદીઓ શરુ કરવા માં આવી હતી.ત્યારે છેલ્લા બે દિવસ વેપારીઓમાં ગરાગી નીકળતા આનંદ ફેલાયો હતો.

ત્યારે સુરેન્દ્રનગર ના ફટાકડાઓમાં વેપારીઓમાં પણ કાલે દિવાળી નિમિત્ત્।ે લોકો ફટાકડા લેવા માટે બજારો માં દ્યસી આવીયા હતા. ત્યારે બજારો માં હાલ વેપારીઓ દ્વારા ૫ રૂપિયા થી માંડી ને ૫ હજાર સુધીમાં ફ્રેશનસી ફાટકડાઓનો બજારોમાં ખડકલો જોવા મળી રહયો છે.

ત્યારે હાલ સુરેન્દ્રનગરની બજારો ગ્રાહકોથી ધમધમતી રહી છે ત્યારે વેપારીઓમાં આનદ ફેલાયો છે.

(1:21 pm IST)