Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

મોરબીના કોંગ્રેસના આગેવાનોએ વિજેતા ઉમેદવાર માટે પ્રચાર કર્યો

મોરબી, તા. ર૬ : ગુજરાતમાં વિધાન સભાની ખૂબ રસાકસીભરી પેટાચૂંટણીઓમાં  ચૂંટણી કે જેમાં ભાજપ પક્ષે અલ્પેશ ઠાકોર સામે કોંગ્રેસ રઘુભાઇ મેરાજભાઇ રબારીને ઉતાર્યા હતાં. પ્રતિષ્ઠાના જંગ સમી આ ચૂંટણીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના ઉપપ્રમુખ રમેશભાઇ રબારી, મોરબી શહેર કોંગ્રેસ પૂર્વ પ્રમુખ રાજુભાઇ કાવર સહિતના આગેવાનોને આ બેઠક પર જવાબદારી સોંપવામાં આવી હતી અને રાધનપુર મતવિસ્તારમાં આવતી દુદકા જીલ્લા પંચાયત સીટ માટે ૧પ ગામોમાં ર૦થી પણ વધારે દિવસ રોકાણ કરી રમેશભાઇ રાજુભાઇ કાવર સહિતના આગેવાનોએ પેજપ્રભારી, જનમિત્રો જેવી નિમણૂંક કરી તમામ ગામોમાં ઘેર ઘેર ડોર ટુ ડોર કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં અસરકારક પ્રચાર કામગીરી નિભાવી હતી. પોતાના રોકાણના દિવસો દરમિયાન કોંગ્રેસ અગ્રણીઓ કાર્યકરોના ઘેર રોકાઇને નિષ્ઠાપૂર્વક પોતાની કામગીરી નિભાવી હતી અને પ્રતિષ્ઠાભરી આ સીટ પર રઘુભાઇ રબારીનો વિજય થતાં કોંગી અગ્રણીઓ સહિતનાઓનું રબારી સમાજે વાજતે ગાજતે સામૈયુ કાઢયું હતું.

(1:21 pm IST)